ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય 30 જૂને નિવૃત્ત થઈ રહ્યા છે. તેમની જગ્યાએ નવા ડીજીપી તરીકે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક તેમજ જેલોના વડા ડૉ.કે.એલ.એન.રાવ બેમાંથી એકને બનાવાય તેવી શક્યતા છે. જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરિયા 31 મે એ નિવૃત્ત થઈ રહ્યા છે. જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ ડીઆઈજી અથવા તો અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં અધિક પોલીસ કમિશનર તરીકે મુકવામાં આવે તેવી શકયતા છે. સાફ છબી હોવાથી વિકાસ સહાયને સરકાર 6 મહિનાનું એક્સટેન્શન આપી શકે તેવી ચર્ચા છે. જ્યારે વિકાસ સહાયની નિવૃત્તિ બાદ ગુજરાતના નવા ડીજીપીની રેસમાં 2 સિનિયર અધિકારીના નામ છે. જ્યારે ગુજરાતમાં દારૂ – જુગાર તેમજ અન્ય ગેર કાયદેસર પ્રવૃત્તિઓ ડામવાની જવાબદારી સ્ટેટ મોનિટરિંગ સેલના શીરે છે. તેમાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરિયા અને ડીઆઈજી નિર્લિપ્ત રાય પણ સાફ છબી ધરાવે છે. જેના કારણે છેલ્લા 3 વર્ષથી સ્ટેટ મોનિટરિંગ સેલની કમાન્ડ આ બંને અધિકારીના હાથમાં જ છે. જો કે વય મર્યાદાના કારણે કે.ટી.કામરિય 31 મે એ નિવૃત્ત થઈ રહ્યા છે અને ડીઆઈજી નિર્લિપ્ત રાયને પણ રાજકોટ રેન્જ અથવા તો અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં અધિક પોલીસ કમિશનર તરીકે પોસ્ટિંગ મળી શકે તેવી ચર્ચા છે. વિકાસ સહાય, નિર્લિપ્ત રાય અને કે.ટી.કામરિયા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલની કમાન્ડ હવે કોના હાથમાં રહેશે. તેને લઈને ગુજરાત પોલીસ બેડામાં જાત ભાતની ચર્ચાઓ ચાલી રહી છે. વધુ 5 આઇપીએસ ચાલુ વર્ષે નિવૃત્ત થઈ રહ્યા છે સિનિયર આઈપીએસ અધિકારી મનોજ અગ્રવાલ સપ્ટેમ્બર 2025માં જ્યારે આઈપીએસ અભય ચુડાસમા ઓકટોબરમાં નિવૃત્ત થઈ રહ્યા છે. જે.આર.મોથલિયા ફેબ્રુઆરીમાં નિવૃત્ત થઈ ગયા હતા. એમ.એસ.ભરાડા મેમાં અને ડી.એચ. પરમાર જૂનમાં નિવૃત્ત થઈ રહ્યા છે. મનોજ શશીધરન ગુજરાત પાછા આવી શકે છે જી.એસ.મલિકને ડીજીપી બનાવાય તેવી અટકળ છે. જ્યારે હાલમાં ડેપ્યુટેશન ઉપર રહેલા સિનિયર આઈપીએસ મનોજ શશીધરન પાછા ગુજરાત આવે તેવી અટકળ છે. તેમને જી.એસ.મલિકની જગ્યાએ અમદાવાદના પોલીસ કમિશનર બનાવાય તેવી શક્યતા છે. 15થી વધુ ડીવાયએસપીએ લોબિંગ શરૂ કર્યું કે.ટી.કામરિયાની જગ્યાએ સ્ટેટ મોનિટરિંગ સેલમાં પોસ્ટિંગ માટે રાજકીય પીઠબળ ધરાવતા 15થી વધારે ડીવાયએસપી લોબિંગ શરૂ કર્યુ છે. જો કે તેમાંથી હવે કોણ બાજી મારી જાય છે તે જોવાનું રહ્યું. સરકાર કે.ટી.કામરિયા ને એક્સટેન્શન આપવા માટે પણ વિચારી રહી છે. SMCએ ત્રણ વર્ષમાં 10 કરોડનો જુગાર પકડ્યો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 3 વર્ષમાં ગુજરાતમાં દારૂના 989 કેસ કરીને રૂ.61.28 કરોડનો દારૂ પકડયો હતો. જ્યારે જુગારના 235 કેસ કરીને રૂ.10 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત તાજેતરમાં જ સેલે ગુજશીટોક હેઠળ 2 ગુના નોંધી કુલ 10 આરોપીની ધરપકડ કરી હતી.