બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વરલીમાં પરિવહન વિભાગના વોટ્સએપ નંબર પર એક અજાણ્યા વ્યક્તિએ ભાઈજાનના ઘરમાં ઘૂસીને તેને મારી નાખવાની અને તેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેસેજ મોકલ્યો છે. પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અગાઉ પણ આવા મેસેજ મળી ચૂક્યા છે. ટ્રાન્સપોર્ટ વિભાગને વોટ્સએપ પર ધમકી મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. ગયા વર્ષે સલમાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું
ગયા વર્ષે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાંદ્રામાં સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે બે બાઇક સવારોએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ બાદ ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસ માટે પહોંચી ગઈ છે. ફાયરિંગ થયું ત્યારે સલમાન તેમના ઘરે જ હતો. ખાનને લોરેન્સ બિશ્નોઈ-ગોલ્ડી ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. સલમાનની સુરક્ષા વધારવાાં આવી હતી
આ ઘટના બાદ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ સલમાન ખાન સાથે ફોન પર વાત કરી હતી. શિંદેએ મુંબઈ પોલીસ કમિશનર સાથે પણ વાત કરી અને તેમને સલમાનની સુરક્ષા વધારવા માટે કહ્યું હતું. ત્યારથી સલમાનના ઘરની લોખંડી સુરક્ષા બંદોબસ્ત રહે છે. 7.8 બોરની બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું
મુંબઈ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે જે બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે 7.6 બોરની બંદૂક હતી. ફોરેન્સિક એક્સપર્ટને લાઈવ બુલેટ મળી હતી. પોલીસે બંને આરોપીઓની બાઇક કબજે કરી હતી. આ ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગ્રુપે લીધી હતી
આ ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગ્રુપે લીધી હતી. ટીમના સભ્ય અનમોલ બિશ્નોઈએ એક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં લખ્યું છે કે- ભવિષ્યમાં પણ સલમાન પર આવો હુમલો થઈ શકે છે. જોકે, પોલીસ દ્વારા આ પોસ્ટની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ધમકી બાદ Y+ સુરક્ષા મળી, 11 સૈનિકો સાથે જ રહે છે
અગાઉ, મહારાષ્ટ્ર પોલીસના કર્મચારીઓ સલમાન સાથે રહેતા હતા, પરંતુ ધમકીઓ મળ્યા બાદ તેને Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. આ સુરક્ષા વર્તુળમાં 11 સૈનિકો આખો દિવસ સલમાન સાથે રહે છે, જેમાં એક કે બે કમાન્ડો અને 2 પીએસઓ પણ સામેલ છે. સલમાનના વાહનને આગળ અને પાછળ રાખવા માટે હંમેશાં બે વાહનો હોય છે. આ સાથે સલમાનની કાર પણ સંપૂર્ણપણે બુલેટપ્રૂફ છે. શિવસેનાના પ્રવક્તા આનંદ દુબેએ જણાવ્યું હતું કે, સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે, કાયદો અને વ્યવસ્થા નબળી પડી છે, સરકારે સંજ્ઞાન લેવું જોઈએ. ગુનેગારો નિર્ભયપણે ફરતા હોય છે. આ પહેલાં કેટલી વાર ધમકીઓ મળી છે?