એક્ટ્રેસ નુસરત ભરૂચા તેની નવી ફિલ્મ ‘છોરી-2’ના કારણે ચર્ચામાં છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ માં પોતાને અનન્યા પાંડેથી રિપ્લેસ કરવા અંગે ખૂલીને વાત કરી. તેણે નિર્માતાઓના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો અને કહ્યું કે, તેને ખૂબ ખરાબ લાગ્યું છે. નયનદીપ રક્ષિતાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે કહ્યું કે- ‘મને ત્યારે વધારે દુઃખ થયું, જ્યારે હું મારી જ સિક્વલનો ભાગ ન હતી. મને છોડીને ફિલ્મમાં બાકી બધા એક્ટર હતા. જે મને સારું નથી લાગ્યું મિત્રો, બિલકુલ પણ સારું નથી લાગ્યું, પરંતુ ઠીક છે, કોઈ વાંધો નથી.’ નુસરતે એ પણ ખુલાસો કર્યો કે, તેણે નિર્માતાઓ સાથે તેમના નિર્ણય પર લડવાની જરૂર નથી લાગી, કારણ કે તેમણે પોતાનું મન બનાવી લીધું હતું. તેણે કહ્યું કે, ‘ હું કોઈ એવી વસ્તુ માટે ન લડી શકું, જેના વિશે મને ખબર છે કે તે નહીં બદલે. હું શું લડું? હું શું કહું? આ ફિલ્મમાં મને કેમ નથી લીધી? તે કહેશે કે, કારણ કે અમે તને રાખવા માંગતા નથી. આ જ સત્ય છે. વાત અહીં પૂરી થઈ જાય છે. છેવટે, તે કોઈની પસંદ છે. હું તમારી પસંદગી પર સવાલ ન ઉઠાવી શકું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવેલા પડકારો વિશે બોલતા, નુસરત કહે છે કે, તે ફક્ત એક જ વસ્તુ કરી શકે છે, કે તે ક્યારેય પોતાના પરનો વિશ્વાસ ન ગુમાવે. “હું એવા લોકો સાથે કામ કરીશ, જે મારી સાથે કામ કરવા માંગે છે,” નુસરતે અગાઉ ‘ડ્રીમ ગર્લ 2’ ના નિર્માતાઓ પ્રત્યે નિરાશા વ્યક્ત કરી છે. ઇ-ટાઇમ્સ સાથે વાત કરતાં, તેણે આ નિર્ણયને “ખોટો” ગણાવ્યો અને કહ્યું, “મને ખબર નથી. આનો કોઈ તર્ક નથી અને આનો કોઈ જવાબ નથી. હું માણસ છું, તેથી ચોક્કસ તેનાથી દુઃખ થાય છે. આ અયોગ્ય લાગે છે પણ હું સમજું છું, આ તેમનો નિર્ણય છે. ઠીક છે, કોઈ વાંધો નહીં.” તમને જણાવી દઈએ કે, એક્ટ્રેસ ‘ડ્રીમ ગર્લ’માં આયુષ્માન ખુરાના સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં બંનેની જોડી દર્શકોને પણ ખૂબ ગમી હતી. ‘ડ્રીમ ગર્લ 2’માં નુસરતની જગ્યાએ અનન્યા પાંડેને રિપ્લેસ કરવામાં આવી હતી. આ રોમેન્ટિક-કોમેડી ફિલ્મ 2023માં રિલિઝ થઈ હતી.