23.24 કેરેટનો ‘ધ ગોલકોન્ડા બ્લુ’ તરીકે ઓળખાતો હીરો લીલામ થવા જઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય એજન્સી ક્રિસ્ટી 14મી મેના દિવસે જિનિવામાં આ હીરાની હરાજી કરશે.એ વખતે 300થી 430 કરોડ વચ્ચે રકમ ઉપજવાનો અંદાજ છે. એક સમયે હીરો વડોદરા અને પછી ઈન્દોરના રાજવી ઘરાનાનું ઘરેણું હતો. આ હીરો જગતના સૌથી દુર્લભ ડાયમંડમાં સ્થાન પામે છે. કેમ કે બ્લુક કલરનો આવો હીરો જવલ્લે જ જોવા મળે છે.