back to top
Homeગુજરાતગુજરાતમાં હવે દારૂની તસ્કરી આસાન:ગુજરાત સરહદે MPએ ખોલ્યા દારૂની હેરાફેરીના સાત ‘કૉરિડોર’,...

ગુજરાતમાં હવે દારૂની તસ્કરી આસાન:ગુજરાત સરહદે MPએ ખોલ્યા દારૂની હેરાફેરીના સાત ‘કૉરિડોર’, આદિવાસી વિસ્તારમાં કરોડોની કિંમતમાં દુકાનના પરવાના અપાયા

મધ્ય પ્રદેશની નવી શરાબ નીતિએ ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર જિલ્લા સાથે સંકળાયેલી સરહદના આદિવાસી વિસ્તારોને તસ્કરીનો અઘોષિત કૉરિડોર બનાવી દીધો છે. ઝાબુઆ અને અલીરાજપુર જિલ્લામાં શરાબની દુકાનોની વહેંચણી 7 સમૂહમાં કરવામાં આવી છે. આ વહેંચણી એ રીતે કરાઈ છે કે દરેક સમૂહના ગુજરાત સરહદ સાથે જોડાયેલો સમગ્ર બેલ્ટ સોંપી દેવાયો છે. ગુજરાતમાં દારૂબંધી છે. જેના કારણે આ સરહદી વિસ્તારમાં દારૂની હેરાફેરીની આશંકા વધી ગઈ છે. દરેક સમૂહને જે દુકાન આપવામાં આવી છે તે સરહદથી માત્ર 500 મીટરથી 5 કિલોમીટરની અંદર આવેલી છે. હરાજી દરમિયાન આ દુકાનોની બોલી કેટલીક જગ્યાએ 12થી 16 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી. જ્યારે આ ગામોની વસ્તી 1500થી 5 હજાર વચ્ચે છે. એમાં પણ મોટાભાગની વસ્તી બીપીએલ છે. સૌથી મોટું ઉદાહરણ ઝાબુઆ જિલ્લાનું મંડલી ગામ છે. અહીં માત્ર 2500ની વસ્તીમાં ઇંગ્લિશ દારૂની એક દુકાન 13 કરોડ રૂપિયાની બોલી બાદ આપવામાં આવી હતી. અહીંની અડધી વસ્તી દારૂ પીતી હોય એવું માની લેવામાં આવે તો દરેક જણે વર્ષમાં 1 લાખ રૂપિયા સુધીનો દારૂ પીવો પડે. એટલે કે આ ગણિત સ્થાનિક ખપત કરતાં ગુજરાતમાં સંભવિત તસ્કરી માટે બેસાડવામાં આવ્યું છે. બીજી તરફ સ્થાનિક જનપ્રતિનિધિઓએ વિરોધ કરતાં કહ્યું છે કે સરકારે તસ્કરોને કાયદેસરનો રસ્તો બતાવીને આદિવાસી સમાજને સામાજિક પતન તરફ ધકેલી દીધો છે. સરકારનો પક્ષ જાણવા માટે ભાસ્કરના રિપોર્ટરે 3 દિવસ સુધી નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડા, એક્સાઇઝ કમિશનર અભિજિત અગ્રવાલ અને વાણિજ્ય કરના વિભાગના ચીફ સેક્રેટરી અમિત રાઠોડનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. સંપર્ક થઈ શક્યો નહોતો. મંડલીની વસ્તી 2500, અહીં એક દુકાનનું ટેન્ડર 13 કરોડ રૂપિયામાં, રોકાણ તસ્કરીમાંથી નીકળશે?
1. મેઘનગર સમૂહ: મંડલીમાં સૌથી મોંઘી દુકાન
કોન્ટ્રાક્ટર: માલવા રિયાલિટી કુલ કિંમત: 92 કરોડ
દુકાનો: 5 અંગ્રેજી, 5 દેશી. મંડલીમાં અંગ્રેજી દારૂની દુકાન 13 કરોડમાં નિલામ થઈ. વસ્તી 2500 છે. અડધી વસ્તી દારૂ પીવે તો પણ ખર્ચો કાઢવા માટે દરેક જણે વર્ષે 1 લાખ રૂપિયાનો દારૂ પીવો પડે. 2. ઝામ્બુઆ સમૂહ: પિટોલમાં 16 કરોડની દુકાન
કોન્ટ્રાક્ટર: ગુરુકૃપા બાયોફ્યુઅલ LLP કુલ કિંમત: 119 કરોડ દુકાનો: 6 અંગ્રેજી, 4 દેશી
પિટોલની દુકાન ગુજરાત સરહદથી માત્ર 2.5 કિમી દૂર છે. વસ્તી આશરે 5 હજાર. બોલી 16 કરોડ રૂપિયા લાગી. પ્રતિ વ્યક્તિ વાર્ષિક ખપત 32,000 બેસે છે. 3. થાંદલા સમૂહ: બઠામાં 8 કરોડની દુકાન
કોન્ટ્રાક્ટર: ગુરુકૃપા બાયોફ્યુઅલ LLP કુલ કિંમત: 76 કરોડ દુકાનો: 7 અંગ્રેજી, 6 દેશી. બઠ્ઠા ગામની વસ્તી 1500 છે. અહીંની અંગ્રેજી દારૂની દુકાન 8 કરોડમાં નિલામ થઈ છે. આ ગામ ગુજરાતથી 5 કિમી દૂર છે. પ્રતિ વ્યક્તિ વાર્ષિક ખપત 1 લાખ અંદાજે છે. આટલી ઊંચી માગ કેમ?
2024-25માં ઝાબુઆમાંથી 287 કરોડની કમાણી થઈ. જ્યારે 2023-24માં 238 કરોડ હતી. અલીરાજપુરમાં 2024-25માં 117 કરોડ કમાણી. જ્યારે 2023-24માં 93 કરોડ હતી. પણ સવાલ એ છે કે વસ્તીના પ્રમાણમાં વધુ ખપત છતાં તસ્કરી માટે આ ‘કૉરિડોર’ કેમ ખોલવામાં આવી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments