back to top
Homeગુજરાતવિદ્યાનગરના 28 વર્ષના યુવકનો પરિવાર સ્તબ્ધ:બેરોજગાર યુવાનના નામે ત્રણ કંપની ખુલી ગઈ...

વિદ્યાનગરના 28 વર્ષના યુવકનો પરિવાર સ્તબ્ધ:બેરોજગાર યુવાનના નામે ત્રણ કંપની ખુલી ગઈ આવકવેરા વિભાગે 135 કરોડની નોટિસ આપી!

ચેતન પટેલ
આણંદ શહેરના વિદ્યાનગરમાં અજીબોગરીબ ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં વિદ્યાનગર સ્થિત જીઆઈડીસીમાં રહેતા 28 વર્ષીય બેરોજગાર યુવકને ઈન્કમટેક્સ વિભાગે વર્ષ 2021-22 માટે રૂપિયા 135 કરોડની ટેક્સ વસુલાતની નોટિસ ફટકારી છે. ખુદ આ યુવક તેમજ તેના પરિવારજનો નોટિસ મળતા દ્વિધામાં મુકાઈ ગયા છે કે હવે કરવું શું ? આ યુવકના નામે બારોબાર 3 કંપનીઓ શરૂ કરાઇ છે. જેનું કરોડોનું ટર્નઓવર બતાવી જીએસટી રિર્ટન પણ ફાઇલ થયેલા છે. આ સમગ્ર મામલમાં બોગસ બિલિંગ કૌભાંડ આચરાયુ હોવાની શંકા ઉભી થઇ છે. નોટિસમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન દર્શાવાયા યુવકના પાન કાર્ડના આધારે જે ત્રણ કંપની ઉભી કરવામાં આવી છે તમામ બોગસ હોવાનું ખૂલ્યું છે. આણંદ ઈન્કમટેક્સ વિભાગે આપેલી નોટિસમાં દર્શાવાયેલા ટ્રાન્ઝેક્શનોમાં કુલ વેચાણ જીએસટીઆર-1 અંતર્ગત રૂપિયા 59.89 કરોડ, કુલ વેચાણ જીએસટીઆર-3બી અંતર્ગત કુલ 59.68 કરોડ, ટીડીએસ રૂપિયા 225 અને અન્ય ઈન્સાઈટ પોર્ટલ પરની કુલ લેવડ-દેવડ રૂપિયા 16.02 કરોડ બતાવીને રૂપિયા 135 કરોડની વસુલાતની નોટિસ ફટકારાઈ છે. બીજી તરફ ચાની હોટેલમાં કામ કરતા યુવાનને 115 કરોડની નોટિસ મળી વેરાવળ‎ | કોડીનારમાં આવકવેરા વિભાગે માત્ર 10 હજારમાં વેતનમાં ચા‎ની હોટલમાં નોકરી કરતા‎ યુવાનને 115 કરોડની નોટિસ ‎ફટકારી છે. આસીફ નામના આ યુવકે બેન્ક ખાતામાં માત્ર 475 રૂપિયા હોવાનું જણાવ્યું છે. નોટિસના કારણે જેથી પરિવારજનો પણ‎ ચિંતામાં મુકાયા છે. કોડીનાર બસ ‎સ્ટેન્ડ નજીક આવેલા શિવપરોઠા ‎હાઉસમાં નોકરી કરતા આસીફ ‎મહમદ શેખને આ નોટીસ મળી છે. આસીફે જણાવ્યું કે તેમણે જીવનમાં‎ ક્યારેય પાંચ લાખ રૂપિયા પણ‎ જોયા નથી. આ મામલે આસીફ શેખ દ્વારા‎ પોલીસ સ્ટેશનમાં તપાસ માટે‎ અરજી કરી છે. વેરાવળ‎ ઇન્કમટેક્સ વિભાગના અધિકારી‎ મદન લાલાએ આ મામલે કોઈ‎ ટિપ્પણીનો ઇનકાર કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments