back to top
Homeગુજરાતફરી એકવાર AMC પ્લોટ વેચશે:સિંધુભવન રોડ પરના બે પ્લોટનો ભાવ રૂ. 333...

ફરી એકવાર AMC પ્લોટ વેચશે:સિંધુભવન રોડ પરના બે પ્લોટનો ભાવ રૂ. 333 કરોડ મુકાયો, ચાંદખેડા-મોટેરા સહિતના 9 પ્લોટ વેચાણ કરી કરોડોની આવક ઊભી કરશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત વર્ષે પ્લોટ વેચાણ કરીને કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવી હતી. ત્યારે ચાલુ વર્ષે પણ શહેરનાં એસજી હાઇવે પર સિંધુભવન રોડ, મોટેરા, થલતેજ શીલજ, વટવા અને નિકોલ સહિતના વિસ્તારોમાં આવેલા રેસીડેન્સિયલ અને કોમર્શિયલ હેતુ માટેના કુલ 9 પ્લોટ વેચાણ કરવાનો નિર્ણય AMCએ લીધો છે. 16 એપ્રિલથી 15 મે સુધી રસ દાખવનારી કંપની રજીસ્ટ્રેશન કરાવી શકશે. 19 અને 20 મેના રોજ ઇ-ઓકશન થશે. પ્લોટ વેચાણ કરી 1000 કરોડની આસપાસની આવક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉભી કરવામાં આવશે. સિંધુ ભવન રોડ પરના બંને પ્લોટની કુલ કિંમત 333 કરોડ રૂપિયા
શહેરના એસજી હાઇવે પર સિંધુભવન પાસે મેંગો હોટલની પાછળ સૌથી મોંઘા પ્લોટ વેચાણમાં મૂકવામાં આવ્યા છે. એક જ ટીપી અને FPમાં AMCના બે પ્લોટ આવેલા છે. જે બંને પ્લોટને વેચાણ માટે કાઢવામાં આવ્યા છે. સિંધુ ભવન રોડ ઉપર પ્રતિ ચોરસ મીટર જમીનનો ભાવ 2.52 લાખ રૂપિયા છે જે મુજબ બંને પ્લોટની કુલ કિંમત રૂપિયા 333 કરોડ છે. આ બંને પ્લોટ બેથી ત્રણ વખત ઓનલાઈન વેચાણ માટે મૂકવામાં આવ્યો છે પરંતુ કોઈ બિલ્ડર કે કંપની દ્વારા પ્લોટ લેવામાં આવ્યો નથી. ચાંદખેડા અને મોટેરામાં ત્રણ, સિંધુભવન રોડ પર બે, થલતેજ, વટવા, નિકોલ અને શીલજમાં એક એમ 9 પ્લોટ વેચાણમાં મુકાયા છે. અમદાવાદમાં સૌથી મોટો પ્લોટ ચાંદખેડા વિસ્તારમાં 500 કરોડથી વધુનો વેચાયો હતો. 19-20 મે ના રોજ ઓનલાઈન ઇ-ઓકશન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિવિધ વિસ્તારોમાં પાણી, ગટર, રોડ, લાઇટ, સ્ટોર્મ વોટર લાઇન, બાગબગીચા, લાઇબ્રેરી, સિવિક સેન્ટર, ફાયર સ્ટેશન વગેરે માળખાકીય સુવિધા પૂરી પાડવા તેમજ વિકાસનાં કાર્યો કરવા ટીપી સ્કીમ અંતર્ગત પ્રાપ્ત થયેલા કોમર્શિયલ અને રેસીડેન્સીયલ હેતુના પ્લોટને વેચાણ કરવામાં આવતાં હોય છે. ગત વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લોટનું વેચાણ કરી 1000 કરોડથી વધુની આવક ઊભી કરાઈ હતી જેમાંના નવ જેટલા પ્લોટ હજી સુધી વેચાણ થયા નથી. જેના પગલે ફરીથી પ્લોટો વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. જાહેર હરાજી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. કોર્પોરેશનની વેબસાઈટ પર 16 એપ્રિલથી 15 મે સુધી કંપનીઓ કે બિલ્ડરો રજીસ્ટ્રેશન અને બીડ ભરી શકાશે. 17 મે બીડ સીલ કરવાની છેલ્લી તારીખ છે. 19- 20 મે ના રોજ ઓનલાઈન ઇ-ઓકશન કરવામાં આવશે. ક્યાં પ્લોટ અને કિંમત કેટલી
મોટેરા TP 46, FP 214 – 162.28 કરોડ
ચાંદખેડા TP 44, FP 218 – 103.25 કરોડ
બોડકદેવ TP 50, FP 353P – 205. 80 કરોડ
બોડકદેવ TP 50, FP 353P – 127.46 કરોડ
થલતેજ TP 38, FP 264 – 111.70 કરોડ
શીલજ TP 216, FP 93 – 166 કરોડ
વટવા TP 84, FP 133 – 26.23 કરોડ
નિકોલ TP 103, FP 148 – 8.13 કરોડ
મોટેરા TP 21, FP 375 – 9.63 કરોડ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments