અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. અમેરિકાએ હવે ચીન પર વધુ 100% ટેરિફ લાદ્યો છે. આ સાથે ચીની માલ પરનો કુલ ટેરિફ વધીને 245% થયો છે. ચીને 11 એપ્રિલે અમેરિકન માલ પર 125% ટેરિફ લાદ્યો હતો, જેના જવાબમાં ટ્રમ્પે નવો ટેરિફ લાદ્યો છે. અગાઉ, ચીને કહ્યું હતું કે હવે તે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા કોઈપણ વધારાના ટેરિફનો જવાબ આપશે નહીં. ચીને કહ્યું- અમે અમેરિકા સાથેના ટ્રેડ વોરથી ગભરાતા નથી અમેરિકા દ્વારા નવા ટેરિફની જાહેરાત બાદ ચીને કહ્યું કે અમે અમેરિકા સાથેનાં ટ્રેડ વોરથી ગભરાતા નથી. ચીને ફરી કહ્યું કે અમેરિકાએ વાટાઘાટો કરવી જોઈએ. અગાઉ, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ચીને વાટાઘાટો શરૂ કરવી પડશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું કે જો અમેરિકા ખરેખર વાતચીત અને સમાધાન દ્વારા મુદ્દાનો ઉકેલ લાવવા માંગે છે, તો તેમણે બિનજરૂરી દબાણ, ધાકધમકી અને બ્લેકમેલ કરવાનું બંધ કરવું જોઈએ અને સમાનતા, આદર અને પરસ્પર હિતના આધારે ચીન સાથે વાત કરવી જોઈએ. ચીને બોઇંગ પાસેથી નવા વિમાનોની ડિલિવરી લેવાનો ઇનકાર કર્યો ગઈકાલે માહિતી પ્રકાશમાં આવી હતી કે ચીને તેની એરલાઇન્સને અમેરિકન વિમાન ઉત્પાદક બોઇંગ પાસેથી નવા વિમાનોની ડિલિવરી ન લેવાનો આદેશ આપ્યો છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, બેઇજિંગે અમેરિકામાં બનેલા વિમાનના ભાગો અને ડિવાઈસિસની ખરીદી રોકવાનો પણ આદેશ આપ્યો છે. અમેરિકાના 145% ટેરિફના જવાબમાં ચીને આ આદેશ જારી કર્યો છે. બોઇંગ એરોપ્લેન્સ એક અમેરિકન કંપની છે જે વિમાન, રોકેટ, સેટેલાઈટ, ટેલિકોમ્યુનિકેશન સાધનો અને મિસાઇલો બનાવે છે. આ કંપનીની સ્થાપના 15 જુલાઈ, 1916ના રોજ વિલિયમ બોઇંગ દ્વારા કરવામાં આવી હતી. ઘણા દેશોની એરલાઇન્સ બોઇંગ દ્વારા બનાવેલા વિમાનોનો ઉપયોગ કરે છે. બોઇંગ અમેરિકાની સૌથી મોટી એક્સપેર્ટર અને વિશ્વની ત્રીજી સૌથી મોટી ડિફેન્સ ડીલ કરતી કંપની છે. ચીને કિંમતી મેટલ્સનો પુરવઠો પણ બંધ કરી દીધો આ ટ્રેડ વોર વચ્ચે ચીને 7 કિંમતી મેટલ્સની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ચીન કાર, ડ્રોનથી લઈને રોબોટ અને મિસાઇલ સુધી બધું જ એસેમ્બલ કરવા માટે જરૂરી મેગ્નેટ એટલે કે ચુંબકના શિપમેન્ટ પણ ચીનના બંદરો પર બંધ કરી દેવામાં આવ્યા છે. આ સામગ્રી ઓટોમોબાઈલ, સેમિકન્ડક્ટર અને એરોસ્પેસ બિઝનેસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ નિર્ણયથી વિશ્વભરની મોટર વાહન, વિમાન, સેમિકન્ડક્ટર અને શસ્ત્રો બનાવતી કંપનીઓને તેની અસર થશે. આ મોંઘા થશે. 4 એપ્રિલના રોજ, ચીને આ 7 કિંમતી ધાતુઓની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જાહેર કર્યો હતો. ઓર્ડર મુજબ, આ કિંમતી ધાતુઓ અને તેમાંથી બનેલા ખાસ ચુંબક ફક્ત ખાસ પરવાનગી સાથે જ ચીનની બહાર મોકલી શકાય છે. ચીને કહ્યું હતું કે- યુએસ ટેરિફ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરે છે 11 એપ્રિલના રોજ, ચીને કહ્યું હતું કે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા અસામાન્ય ટેરિફ આંતરરાષ્ટ્રીય આર્થિક વેપાર નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરે છે. આ દબાણ અને ધાકધમકી આપવાની સંપૂર્ણપણે એકતરફી નીતિ છે. ચીને એમ પણ કહ્યું કે જો અમેરિકા ટેરિફમાં વધુ વધારો કરે તો પણ તેનો કોઈ અર્થ રહેશે નહીં. આખરે તે વૈશ્વિક અર્થતંત્રના ઇતિહાસમાં હાસ્યનો પાત્ર બનશે. શી જિનપિંગે કહ્યું- ચીન કોઈનાથી ડરતું નથી અમેરિકા સાથે વધી રહેલા ટેરિફ વિવાદ વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પહેલીવાર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ચીન કોઈનાથી ડરતું નથી. છેલ્લા 70 વર્ષોમાં ચીનનો વિકાસ સખત મહેનત અને આત્મનિર્ભરતાનું પરિણામ છે. જિનપિંગે કહ્યું- ચીન ક્યારેય બીજાના દાનના ભરોષે રહ્યું નથી. કોઈની બળજબરીથી ડર્યું પણ નથી. દુનિયા ભલે ગમે તેટલી બદલાઈ જાય, ચીન ક્યારેય ગભરાશે નહીં જિનપિંગે કહ્યું કે ટ્રેડ વોરમાં કોઈ વિજેતા નથી. દુનિયાની વિરુદ્ધ જવું એટલે પોતાની વિરુદ્ધ જવું. જિનપિંગે સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝ સાથેની મુલાકાત દરમિયાન આ વાત કહી. સાંચેઝ શુક્રવારે ચીનની મુલાકાતે પહોંચ્યા. ટ્રમ્પે ટેરિફની જાહેરાત કર્યા પછી ચીનની મુલાકાત લેનારા સાંચેઝ પ્રથમ યુરોપિયન નેતા છે. તેમણે છેલ્લા 2 વર્ષમાં ત્રણ વખત ચીનની મુલાકાત લીધી છે. સાંચેઝે ટેરિફ અંગે ટ્રમ્પની પણ ટીકા કરી હતી. તેમણે 8 એપ્રિલે કહ્યું હતું કે ટ્રમ્પના ટેરિફ યુરોપને નવા બજારો શોધવા માટે મજબૂર કરશે. આ ઉપરાંત, યુરોપિયન દેશો અને ચીન બંને તેમના સંબંધો સુધારવા પર વિચાર કરશે. આ સમાચાર પણ વાંચો ટ્રમ્પના ટેરિફને કારણે ચીનનો GDP 1.5% ઘટ્યો:આ પહેલી વાર નથી જ્યારે ટ્રમ્પ બેઇજિંગ સાથે ટકરાઈ રહ્યા છે; ગયા કાર્યકાળમાં ટ્રેડ વૉર શરૂ કર્યુ અમેરિકાના ઈશારે કેનેડાએ મેક્સિકો જઈ રહેલી એક ચીની મહિલાની ધરપકડ કરી. તેણી પર અમેરિકન બેંકને ખોટી માહિતી આપીને ઈરાન સાથે વ્યવસાય કરવાનો આરોપ હતો. આ મહિલા કોઈ સામાન્ય ચીની નાગરિક નહીં પણ ચીનની સૌથી મોટી મોબાઇલ કંપની હુવેઇના માલિક રેન ઝેંગફેઈની પુત્રી મેંગ વાનઝોઉ હતી. મેંગની ધરપકડથી ચીન ખૂબ જ ગુસ્સે થયું હતું અને તેણે ગંભીર પરિણામોની ધમકી આપી હતી. જ્યારે મેંગને અમેરિકા મોકલવાના પ્રયાસો ચાલી રહ્યા હતા, ત્યારે 10 ડિસેમ્બરે, ચીને બે કેનેડિયન નાગરિકો, માઈકલ કોવ્રિગ અને માઈકલ સ્પારોવની જાસૂસીના આરોપસર ધરપકડ કરી. મેંગની ધરપકડ પાછળનું સાચું કારણ અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલ વેપાર યુદ્ધ હતું. ટ્રુડો આ યુદ્ધમાં ફસાઈ ગયા. અહીં ક્લિ કરીને જાણો કે ચીન અને અમેરિકા વચ્ચે પહેલું ટેરિફ યુદ્ધ કેવી રીતે શરૂ થયું અને તેનું પરિણામ શું આવ્યું?