પોલીસ વિભાગમાં ફરજ બજાવતી મહિલા અધિકારીઓ ખાખી પહેરીને ગુનાખોરી ડામવા ફરજ પર તૈનાત રહેતી હોય છે. જો કે હવે ત્યાંથી આગળ વધીને સ્ટેજ પર ઘુંઘરુઓ પહેરી સ્ટેજ પર ઉતરી છે. પાલનપુર પાટીયા તાડવાડી ખાતે આવેલા સંસ્કાર ભારતી વિદ્યાલયના ઓડિટોરિયમમાં, જ્યાં ગુરુ ધરમશી શાહની જન્મજયંતિ નિમિત્તે ‘શિષ્યમાલા’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રતિભા ડાન્સ એકેડેમી દ્વારા ગુરુને નૃત્યાંજલિ અર્પણ કરવામાં આવી. ખાસ કરીને સ્ટેજ પર એક પછી એક ઉતરી રહેલી સુરત પોલીસની મહિલા અધિકારીઓ જોઈને ઉપસ્થિત દર્શકો માટે ક્ષણો યાદગાર બની હતી. સ્ટેજ પર ઊતરી બે DCP અને એક PI
ડીસીપી ટ્રાફિક અમિતા વાનાણી, ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ હેતલ પટેલ અને કતારગામના પીઆઈ બીજુર ભટ્ટ સ્ટેજ પર આવ્યા તો લોકો ઓળખી શક્યા નહીં કારણ કે 365 દિવસ ખાખીમાં રહેનાર મહિલા અધિકારીઓ સોળ શણગાર સજીને આવી હતી. નૃત્યના સ્ટેજ પર સમગ્ર શહેરમાં ટ્રાફિક નિયમન સંભાળતા ડીસીપી અમિતા વાનાણી જ્યારે સ્ટેજ પર આવ્યા ત્યારે લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. આ જ રીતે સ્પેશિયલ બ્રાન્ચના હેતલ પટેલ અને કતારગામના પીઆઈ બીજુર ભટ્ટ પણ પોતાના નૃત્યથી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કલા દ્વારા મગજથી માંડીને મન સુધી શાંતિ
જ્યારે ડીસીપી અમિતા વાનાણી જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારની કળા વ્યક્તિના જમણા મગજને સક્રિય કરે છે, જેના લીધે કાર્યક્ષમતા અને ક્રિએટીવિટી બંનેમાં વધારો થાય છે. કથ્થક મારા જીવનમાં માત્ર નૃત્ય નથી, એ તો સ્ટ્રેસ દૂર કરવાનો એક શાસ્ત્રીય માર્ગ છે, જેને અમે મારા રોજિંદા પોલીસ વિભાગના કામમાં પણ લાગુ કરીએ છીએ. લગ્ન પછી આજે સોળ શણગાર સાથે સ્ટેજ પર આવી: ડીસીપી હેતલ પટેલ
આ અંગે ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું કે , મારા લગ્ન પછી આજે સોળ શણગાર સાથે સ્ટેજ પર આવી છું. આ કળા સાથેનું જોડાણ મને સંપૂર્ણ બનાવે છે. ઝાંઝર ભાવ વ્યક્ત કરવાનું એક માધ્યમ છે. મોક્ષ તરફના પગલાં
કતાર ગામના PI બીજુર ભટ્ટે જણાવ્યું કે, 12 વર્ષ પછી સ્ટેજ પર પરફોર્મ કર્યું અને ખાસ વાત એ રહી કે 4 કિલો વજનના 120 ઘુંઘરુ બાંધી સ્ટેજ પર ટ્રેનના જુના અવાજોની છાયાં કૃતિ રજૂ કરી. મારા પિતા ઈચ્છતા કે હું આ કળામાં આગળ વધું, તેઓ હવે નથી, પણ હું સ્ટેજ પર જ્યાં ઊભી રહી, ત્યાં તેમના આશીર્વાદ હતા. હું ધોરણ 4માં હતી ત્યારે કથ્થક શરૂ કર્યું હતું. આજે 40 વર્ષ થવા આવ્યા છે. મેં પોલેન્ડ, નેધરલેન્ડમાં પણ સ્ટેજ પર ગુજરાતી સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યાં છે.