back to top
Homeગુજરાતસિટી બસની બ્રેક ફેલ ન હતી!:RTOના અધિકારીએ ‘દિવ્ય ભાસ્કર’ને આપી અંદરની માહિતી: બસનું...

સિટી બસની બ્રેક ફેલ ન હતી!:RTOના અધિકારીએ ‘દિવ્ય ભાસ્કર’ને આપી અંદરની માહિતી: બસનું ઇન્સ્પેક્શન કરાયું

નિહિર પટેલ | રાજકોટ
રાજકોટમાં ચાર-ચાર નિર્દોષ જિંદગીનો ભોગ લેનારી સિટી બસની ગોઝારી ઘટના બાદ વહીવટી તંત્રના અધિકારીઓ આ બસની બ્રેક ફેલ થઇ હતી કે કેમ? તેની તપાસ કરવામાં આવશે તેવા સરકારી જવાબ આપ્યા હતા, પરંતુ આ સમગ્ર ઘટનામાં ‘દિવ્ય ભાસ્કરે’ મહત્ત્વની હકીકત શોધી કાઢી છે. અકસ્માત થયા બાદ રાજકોટ આરટીઓની ટીમે આ સિટી બસનું ઇન્સ્પેક્શન કર્યું હતું, જેમાં આ બસની બ્રેક ફેલ ન થઇ હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે. બસના ઇન્સ્પેક્શન કર્યા બાદ આરટીઓના જ વર્તુળમાંથી આ અંદરની વાત જાણવા મળી છે. જોકે આ અંગે આરટીઓ સત્તાવાર રિપોર્ટ પણ આપશે, પરંતુ તે પહેલાં જ દિવ્ય ભાસ્કરે હકીકત ઉજાગર કરી છે. 8745 કિલો વજન ધરાવતી બસે ડ્રાઈવરની બેદરકારીથી ચાર લોકોને ચગદી માર્યા હતા.
સૌથી મહત્ત્વની બાબત એ છે કે ચાર-ચાર નિર્દોષ લોકોના ભોગ લેનાર સિટી બસની બ્રેક ફેલ થઇ ન હતી. ઉપરાંત આરટીઓની ટીમે જ્યારે આખી બસનું ઇન્સ્પેક્શન કર્યું ત્યારે આ બસનું ઈન્ડિકેટર પણ ચાલુ કંડિશનમાં હોવાનું સામે આવ્યું છે. એટલે કે બ્રેક ફેલ થઇ હોવાનું બહાનું બતાવીને આ ગોઝારી ઘટનામાં ઢાંકપિછોડો કરી નહીં શકાય.
અકસ્માત બાદ સામાન્ય રીતે આરટીઓની ટીમ વાહનનું બારિકાઈથી ઇન્સ્પેક્શન કરતી હોય છે. રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે બુધવારે બનેલી સિટી બસની ગોઝારી ઘટનામાં પણ અકસ્માત બાદ આરટીઓની ટીમે સિટી બસનું ઇન્સ્પેક્શન કર્યું હતું જેમાં સૌથી ચોંકાવનારી બાબત આ બસની બ્રેક ફેલ ન થઇ હોવાનું બહાર આવ્યું છે. આ અંગે આરટીઓ દ્વારા રાજકોટ પોલીસને સત્તાવાર રિપોર્ટ પણ કરવામાં આવશે. બસ ટીપટોપ કંડિશનમાં હતી, 19 મહિના જ થયા હતા
ઈલેક્ટ્રિક સિટી બસ પણ ટીપટોપ કંડિશનમાં હોવાનું જાણવા મળ્યું છે. બસ જૂની હોવાથી, બ્રેક ફેલ થવાથી કે અન્ય કોઈ ટેક્નિકલ ખામીને લીધે આ ગોઝારો અકસ્માત થયો એવા કોઈ બહાના બતાવી શકાશે નહીં. કારણ કે, આ ઈલેક્ટ્રિક સિટી બસ 02 સપ્ટેબર-2023ના રજિસ્ટર થઇ હતી. આ બસને હજુ માત્ર 19 મહિના જ થયા છે. બસમાં વીમો પણ ચાલુ છે જે જૂન-2025માં પૂરો થાય છે. બસનું ફિટનેસ પણ 01 સપ્ટેમ્બર-2025 સુધીનું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments