મૃગાંક પટેલ/ સલીમ શેખ
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ગજાનંન ગન હાઉસના માલિક અતુલ પટેલે નાગાલેન્ડથી બોગસ હથિયાર લાઈસન્સ મેળવવા કઢાવવા માટે હરિયાણામાં રહેતા આસિફને 22 લાખ આંગડિયા પેઢી દ્વારા ચૂકવ્યા હોવાનો ઘટસ્ફોટ સુરત ક્રાઈમ બ્રાંચની તપાસમાં ખુલ્યું છે. ગજાનન ગનહાઉસે નાગાલેન્ડમાંથી કુલ 6 બોગસ હથિયાર લાઈસન્સ કઢાવ્યા હતા અને નાગાલેન્ડમાંથી નીકળેલા 51 જેટલા બોગસ લાઈસન્સના આધારે 51 હથિયારો વેચ્યા હોવાનું પણ ક્રાઈમ બ્રાંચની તપાસમાં બહાર આવ્યું છે.
ક્રાઈમબ્રાંચની તપાસમાં કેટલીક ચોંકાવાની બાબતો પણ બહાર આવી છે. જેમાં એવા કિસ્સા સામે આવ્યા છે કે નાગાલેન્ડથી કઢાવવામાં આવેલા લાસયન્સ રિટેનરશીપ કરાવ્યા છે પરંતુ જે વ્યક્તિના નામે લાયન્સન ઈશ્યૂ કરવામાં આવ્યું હતું તે તારીખે આ નામના વ્યક્તિની ઉંમર 2 વર્ષની હતી. આ ઉપરાંત બીજી વ્યક્તિને જમણા પગે પોલિયો હતો જે ક્યારે પણ નાગાલેન્ડ ગયા નથી અને તેમના સંબંધી પણ નાગાલેન્ડમાં રહેતા નથી છતાં તેમના નામે લાઈસન્સ ઈશ્યુ કરી દેવામાં આવ્યુંહતું. આવા કિસ્સામાં કેવી રીતે લાઈસન્સ નીકળ્યું અને મૂળ કોણ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ
કરી છે.
આશ્ચર્યની વાત એ છે કે નાગાલેન્ડ રાજ્યમાંથી પરવાનો મેળવવા સરકારી કચેરીના સરનામે કુરિયર દ્વારા દસ્તાવેજો મોકલવામાં આવતા હોવાનું અતુલ પટેલ સહિતની માહિતી પણ પૂછપરછમાં બહાર આવી છે.
આ કુરિયર સરકારી કચેરીમાં કોના દ્વારા સ્વીકારવામાં આવતું હતું અને કોના દ્વારા હથિયાર લાઈસન્સની માહિતી આપવામાં આવી હોવાનું ઉચ્ચારતો નથી. આ હથિયાર લાઈસન્સ કૌભાડમાં નાગાલેન્ડ દીમાપુર કચેરીના સરકારી અધિકારીઓ કે કર્મચારીઓની પણ સંડોવણી હોવાની શક્યતા ક્રાઈમ બ્રાંચ નકારી રહી નથી. લાઈસન્સની તારીખે અરજદારની ઉંમર 2 વર્ષ અને 2 મહિના મૂળ લાઈસન્સ 14/4/1984ના રોજ ઈશ્યૂ થયેલું હતું. આ લાઈસન્સધારક કલ્પેશ ધનજીભાઈ માંગુકિયા મૂળ ગુજરાતના રહીશ છે અને તેમની જન્મ તારીખ 14-6-1982 છે, આ જોતા આરોપીની ઉંમર લાઈસન્સ ઈશ્યુ થયાના દિવસે બે વર્ષ બે માસની થાય છે. તેમજ રીટેનરશિપ 28-4-2015ની છે, આ વ્યક્તિ કોઈ પણ દિવસ નાગાલેન્ડ ગયા નથી તેમજ ત્યાં કોઈ પણ સ્થાનિક વ્યક્તિ સાથે તેમના સંબંધો નથી છતાં પણ ગેરકાયદે હથિયાર તેમના નામે ઈશ્યૂ થયા છે. આ કેસમાં મૂળ લાઈસન્સધારક કોણ છે તે ગન શોપના માલિક અતુલ પટેલ પોલીસ સમક્ષ મોં ખોલી રહ્યા નથી.
અરજદારને પોલિયો છતાં હથિયાર ખરીદવાની શું જરૂર? મેરુભાઈ હમીરભાઈ બેલા પાસેથી હથિયાર કબજે થયું છે. જેમાં મૂળ લાઈસન્સ 4-6-2008ના રોજ ઈશ્યૂ થયું છે. આ લાઈસન્સધારક મેરુભાઈ પણ મૂળ ગુજરાતના છે. અને તેમની જન્મ તારીખ 1-6-1987 છે. આ વ્યક્તિ પણ ક્યારેય નાગાલેન્ડ ગયા નથી અને તેમને જમણા પગે નાનપણથી પોલિયોની બિમારી છે છતાં તેમને હથિયાર લેવાની કેમ ફરજ પડી અને આ કેસમાં પણ મૂળ લાઈસન્સધારક કોણ છે તે હજુ શોધી શકાયું નથી. નાગાલેન્ડ ગયા નહીં તો પણ હથિયારનું લાઈસન્સ મેળવ્યું દિલીપ શાંતિભાઈ રોયનું મૂળ લાઈસન્સ 7-2-2008ના રોજ ઈશ્યૂ થયેલ છે. આ ધારક પણ ગુજરાતના છે અને તેમની જન્મ તારીખ 22-2-1985 છે. આ વ્યક્તિ કોઈ પણ દિવસ નાગાલેન્ડ ગયા નથી છતાં કયા કારણસર અને કેવી રીતે ગેરકાયદે હથિયાર લીધું તેની કોઈ પણ માહિતી આરોપી બોલી રહ્યા નથી. આ કેસમાં પણ મૂળ લાઈસન્સધારક કોણ છે તેની ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે.