IPLની 18મી સીઝનની પહેલી સુપર ઓવરમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું. સુપર ઓવરમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા મિશેલ સ્ટાર્ક સામે 11 રન બનાવ્યા. દિલ્હી તરફથી કેએલ રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સે સંદીપ શર્મા સામે 4 બોલમાં ટારગેટ પુરો કરી લીધો. રાજસ્થાને બુધવારે અરુણ જેટલી સ્ટેડિયમમાં બોલિંગ કરવાનું પસંદ કર્યું. દિલ્હીએ 5 વિકેટ ગુમાવ્યા બાદ 188 રન બનાવ્યા. રાજસ્થાન પણ 4 વિકેટના નુકસાન પર માત્ર 188 રન બનાવી શક્યું. મિશેલ સ્ટાર્ક દ્વારા 20મી ઓવરમાં શિમરોન હેટમાયર અને ધ્રુવ જુરેલ સામે 9 રનનો બચાવ કરીને મેચ ટાઇ કરી. રાજસ્થાન તરફથી નીતિશ રાણા અને યશસ્વી જયસ્વાલે ફિફ્ટી ફટકારી હતી. કેપ્ટન સંજુ સેમસન 31 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો. જોફ્રા આર્ચરે 2 વિકેટ લીધી. દિલ્હીથી અભિષેક પોરેલ 49 રન બનાવ્યા. કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને મિશેલ સ્ટાર્કે 1-1 વિકેટ લીધી. મેચ એનાલિસિસ 5 પોઈન્ટમાં… 1. પ્લેયર ઓફ ધ મેચ દિલ્હીના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે ટીમને મેચ જીતવામાં મદદ કરી. તેણે પહેલી 20મી ઓવરમાં 9 રન ડિફેન્ડ કર્યા અને મેચ ટાઇ કરી. સ્ટાર્કે રાજસ્થાન તરફથી ફિફ્ટી ફટકારનારા નીતિશ રાણાને પેવેલિયન મોકલ્યો. ત્યારબાદ સ્ટાર્કે સુપર ઓવરમાં ફક્ત 11 રન આપ્યા અને ટીમને મોટો ટોરગેટ મળવા દીધો નહીં. 2. જીતનો હીરો કેએલ રાહુલ: ચોથા નંબર પર બેટિંગ કરવા આવતા રાહુલે 38 રન બનાવ્યા. તેણે જ સુપર ઓવરના પહેલા 3 બોલમાં 7 રન બનાવીને મેચ દિલ્હીના ખોળામાં મૂકી દીધી હતી.
ટ્રિસ્ટન સ્ટબ્સ: છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવતા, સ્ટબ્સે માત્ર 18 બોલમાં 34 રન ફટકારીને ટીમનો સ્કોર 188 સુધી પહોંચાડ્યો. તેણે સુપર ઓવરમાં વિજયી છગ્ગો પણ ફટકાર્યો.
અક્ષર પટેલ: દિલ્હીના કેપ્ટન અક્ષરે બેટિંગ કરતા માત્ર 14 બોલમાં 34 રન બનાવ્યા. ત્યારબાદ તેણે 3 ઓવરમાં 23 રન આપીને રિયાન પરાગની વિકેટ લીધી. 3. ફાઇટર ઓફ ધ મેચ રાજસ્થાને 9મી ઓવરમાં પોતાની બીજી વિકેટ ગુમાવી દીધી. અહીં નીતિશ રાણા બેટિંગ કરવા આવ્યા. તેણે ઝડપી બેટિંગ કરી અને માત્ર 26 બોલમાં ફિફ્ટી ફટકારી. રાણાએ 28 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા.
છગ્ગા ફટકારીને 51 રન બનાવ્યા. તે જ ટીમને વિજયની નજીક લાવ્યો, પરંતુ ફિનિશર્સ મેચ જીતી શક્યા નહીં. 4. ધ ટર્નિંગ પોઈન્ટ દિલ્હીના મિશેલ સ્ટાર્કને 20મી ઓવરમાં 9 રન ડિફેન્ડ કરવાના હતા. તેણે શિમરોન હેટમાયર અને ધ્રુવ જુરેલ જેવા યોગ્ય બેટ્સમેન સામે માત્ર 8 રન આપ્યા. સ્ટાર્કની શાનદાર ઓવરથી મેચ ટાઈ થઈ ગઈ અને મેચ સુપર ઓવરમાં ગઈ, જ્યાં દિલ્હી જીતી ગયું. 5. દિલ્હી ટોપ પર પહોંચ્યું લખનૌના નિકોલસ પૂરન 357 રન સાથે ટુર્નામેન્ટના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ચેન્નાઈનો નૂર અહેમદ 12 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. 6 મેચમાં 5 જીત બાદ, દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું. બીજી તરફ, 7 મેચમાં 5મી હાર બાદ, રાજસ્થાન 8મા સ્થાને યથાવત છે.