ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝનમાં શુક્રવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)નો સામનો પંજાબ કિંગ્સ (PBKS) સાથે થશે. મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. બંને ટીમની આ સીઝનમાં આ પહેલી મેચ હશે. બંને ટીમ બેંગલુરુના મેદાન પર ગયા વર્ષે સામસામે આવી હતી. તે મેચમાં RCBને 4 વિકેટથી જીત મળી હતી. જ્યારે PBKSને અહીં 8 વર્ષથી જીત મળી નથી. ટીમને છેલ્લી જીત 2017માં મળી હતી. રજત પાટીદારની કેપ્ટનશીપમાં RCBએ 4 મેચ જીતી છે અને 2માં હાર મળી છે. શ્રેયસ અય્યરની આગેવાની વાળી PBKSને પણ 4માં જીત અને 2માં હાર મળી છે. મેચ ડિટેલ્સ, 34મી મેચ
RCB Vs PBKS
તારીખ- 18 એપ્રિલ
સ્ટેડિયમ- એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ
સમય: ટૉસ- સાંજે 7:00, મેચ શરૂઆત – સાંજે 7:30 હેડ ટુ હેડમાં માત્ર એક મેચનું અંતર RCB અને PBKS વચ્ચે IPL ઇતિહાસમાં અત્યાર સુધી 33 મુકાબલા રમાયા છે. આમાં RCBને 16 અને પંજાબને 17 મેચમાં જીત મળી છે. બેંગલુરુના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 13 મેચ રમાઈ છે. 8માં બેંગલુરુ અને 5માં પંજાબને જીત મળી છે. વિરાટે RCB માટે સૌથી વધુ રન બનાવ્યા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના બેટર વિરાટ કોહલી ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 6 મેચમાં કુલ 248 રન બનાવ્યા છે. તેણે મુંબઈ સામે 67 રનની ઇનિંગ્સ રમી હતી. તે પહેલાં તેણે કોલકાતા સામે અણનમ 59 રન બનાવ્યા હતા. તેણે છેલ્લી મેચમાં રાજસ્થાન સામે અણનમ 62 રનની ઇનિંગ્સ રમી હતી. વિકેટ ટેકર્સમાં ટીમના જોશ હેઝલવુડ ટોચ પર છે. તેણે 6 મેચમાં કુલ 9 વિકેટ મેળવી છે. કેપ્ટન શ્રેયસ PBKSનો ટૉપ સ્કોરર પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર ટીમનો ટૉપ સ્કોરર છે. તેણે 6 મેચમાં કુલ 250 રન બનાવ્યા છે. સીઝનની પહેલી મેચમાં તેણે ગુજરાત ટાઈટન્સ સામે 42 બોલમાં અણનમ 97 રનની ઇનિંગ્સ રમી હતી. જ્યારે બોલિંગમાં અર્શદીપ સિંહ ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી છે. તેણે 6 મેચમાં 8 વિકેટ લીધી છે. પિચ રિપોર્ટ
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ બેટિંગ-ફ્રેન્ડલી છે. અહીં બેટર્સ ખૂબ રન બનાવે છે. જ્યારે સ્પિનર્સને આ પિચ પર થોડી મદદ મળે છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધી IPLની 97 મેચ રમાઈ છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમે 41 અને ચેઝ કરનાર ટીમે 52 મેચ જીતી છે. જ્યારે ચાર મેચનું પરિણામ નથી નીકળ્યું. આથી ટૉસ જીતનાર ટીમ ચેઝ કરવાનું પસંદ કરશે. અહીંનો હાઈએસ્ટ ટીમ સ્કોર 287/3 છે, જે સનરાઈઝર્સ હૈદરાબાદે ગયા સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે બનાવ્યો હતો. વેધર કંડિશન
શુક્રવારે બેંગલુરુમાં વરસાદની શક્યતા છે. બપોરે તડકો નીકળવાની સાથે કેટલાક સ્થળોએ વાદળછાયું વાતાવરણ અને વરસાદ થઈ શકે છે. મેચના દિવસે અહીંનું તાપમાન 22થી 32 ડિગ્રી સેલ્સિયસ રહેશે. જ્યારે પવન 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): રજત પાટીદાર (કેપ્ટન), ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, લિયામ લિવિંગસ્ટન, જિતેશ શર્મા (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, ટિમ ડેવિડ, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ, સુયશ શર્મા. પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રિયાંશ આર્યા, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), નેહલ વાઢેરા, શશાંક સિંહ, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિશ, જેવિયર બાર્ટલેટ, માર્કો યાન્સેન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, હરપ્રીત બ્રાર.