સોનાનો ભાવ 85,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો સ્તર પાર કરીને 85,207 રૂપિયાના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયો. IBJA અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 19,045 રૂપિયાનો વધારો થયો છે. 31 ડિસેમ્બરે સોનું 76,162 રૂપિયા હતું, જે હવે 85,207 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. નિષ્ણાતોના મતે આ વર્ષના અંત સુધીમાં સોનું 1.10 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. જો તમે પણ સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ એટલે કે ગોલ્ડ ETF માં રોકાણ કરવું એક સારો વિકલ્પ બની શકે છે. તેણે છેલ્લા 1 વર્ષમાં 29% સુધીનું વળતર આપ્યું છે. આવી સ્થિતિમાં અમે તમને ગોલ્ડ ETF વિશે જણાવી રહ્યા છીએ… ETF સોનાના વધતા અને ઘટતા ભાવ પર આધારિત છે
એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ સોનાના વધતા અને ઘટતા ભાવ પર આધારિત હોય છે. એક ગોલ્ડ ETF યુનિટ એટલે 1 ગ્રામ સોનું. તે પણ સંપૂર્ણપણે શુદ્ધ. ગોલ્ડ ETF ને BSE અને NSE પર શેરની જેમ ખરીદી અને વેચી શકાય છે. જોકે, આમાં તમને સોનું મળતું નથી. જ્યારે પણ તમે તેને ઉપાડવા માંગતા હો, ત્યારે તમને સોનાના વર્તમાન ભાવ જેટલા પૈસા મળશે. ગોલ્ડ ETFમાં રોકાણ કરવાના 5 ફાયદા તેમાં કેવી રીતે રોકાણ કરી શકાય છે?
ગોલ્ડ ETF ખરીદવા માટે તમારે તમારા બ્રોકર દ્વારા ડીમેટ અકાઉન્ટ ખોલાવું પડશે. તેમાં NSE પર ઉપબલ્ધ ગોલ્ડ ETFના યુનિટ તમે ખરીદી શકો છો અને તેના જેટલી રકમ તમારા ડીમેટ અકાઉન્ટ સાથે જોડાયેલા બેંક અકાઉન્ટમાંથી કટ થઈ જશે. તમારા ડીમેટ ખાતામાં ઓર્ડર મૂક્યાના બે દિવસ પછી તમારા ખાતામાં ગોલ્ડ ETF જમા થઈ જાય છે. ટ્રેડિંગ ખાતા દ્વારા જ ગોલ્ડ ETFનું વેચાણ કરી શકાય છે. સોનામાં લિમિટેડ ઇન્વેસ્ટમેન્ટ ફાયદાકારક
રુંગટા સિક્યોરિટીઝના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર હર્ષવર્ધન રુંગટાએ કહ્યું કે, ભલે તમને સોનામાં રોકાણ કરવું ગમતું હોય પણ તમારે લિમિટેડ ઇન્વેસ્ટમેન્ટ જ કરવું જોઈએ. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, કુલ પોર્ટફોલિયોના માત્ર 10થી 15% જ સોનામાં ઈન્વેસ્ટ કરવા જોઈએ. કોઈ પણ ઇમર્જન્સીમાં સોનામાં રોકાણ તમારા પોર્ટફોલિયોને સ્ટેબિલિટી આપી શકે છે, પરંતુ લાંબા સમયે આ તમારા પોર્ટફોલિયોનું રિટર્ન ઓછું કરી શકે છે.