back to top
Homeગુજરાતસ્પેશિયલ ટ્રેન અને સ્ટોપેજ:પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ વચ્ચે સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન...

સ્પેશિયલ ટ્રેન અને સ્ટોપેજ:પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ વચ્ચે સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન દોડાવશે, વ્યારા સ્ટેશન પર બે જોડી વિશેષ ટ્રેનના વધારાના સ્ટોપ

પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે અને ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે મુંબઈ સેન્ટ્રલ અને રાજકોટ સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જારી કરાયેલ અખબારી યાદી અનુસાર, આ ખાસ ટ્રેનની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નં. 09005/09006 મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ સુપરફાસ્ટ સ્પેશિયલ (34 ટ્રીપ)
ટ્રેન નં. 09005 મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલથી દર સોમવાર, બુધવાર અને શુક્રવારે 23.20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 11.45 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 21 એપ્રિલથી 28 મે, 2025 સુધી દોડશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09006 રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે રાજકોટથી 6.30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 7.30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 22 એપ્રિલથી 29 મે, 2025 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર અને વાંકાનેર સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર અને એસી 3-ટાયર કોચ હશે. ટ્રેન નં. 09005 અને 09006નું બુકિંગ 19 એપ્રિલથી તમામ પીઆરએસ પર ખુલ્લું રહેશે. કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલવે દ્વારા વ્યારા સ્ટેશન પર ટ્રેન નં. 09025/09026 વલસાડ-દાનાપુર સાપ્તાહિક સ્પેશિયલ અને ટ્રેન નં.09059/09060 ઉધના-ખુર્દા રોડ સાપ્તાહિક સ્પેશિયલ માટે વધારાનો સ્ટોપેજ આપાયા
21 એપ્રિલ, 2025ના રોજ વલસાડથી શરૂ થતી ટ્રેન નંબર 09025 વલસાડ-દાનાપુર સાપ્તાહિક વિશેષને વ્યારા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે. આ ટ્રેન વ્યારા સ્ટેશન પર 10:08 વાગ્યે પહોંચશે અને 10:10 વાગ્યે રવાના થશે. તેવી જ રીતે, 22 એપ્રિલ, 2025ના રોજ દાનાપુરથી શરૂ થતી ટ્રેન નં.09026 દાનાપુર-વલસાડ સાપ્તાહિક વિશેષને વ્યારા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે. આ ટ્રેન વ્યારા સ્ટેશન પર 10:06 વાગ્યે પહોંચશે અને 10:08 વાગ્યે રવાના થશે. 23 એપ્રિલ, 2025ના રોજ ઉધનાથી શરૂ થતી ટ્રેન નં.09059 ઉધના-ખુર્દા રોડ સાપ્તાહિક વિશેષને વ્યારા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે. આ ટ્રેન વ્યારા સ્ટેશન પર 12:50 વાગ્યે પહોંચશે અને 12:52 વાગ્યે રવાના થશે. તેવી જ રીતે ટ્રેન નં. 25 એપ્રિલના રોજ ખુર્દા રોડથી શરૂ થનારી ટ્રેન નં. 09060 ખુર્દા રોડ-ઉધના સાપ્તાહિક વિશેષ ટ્રેનને વ્યારા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે. આ ટ્રેન વ્યારા સ્ટેશન પર 11:48 વાગ્યે પહોંચશે અને 11:50 વાગ્યે રવાના થશે. વધુ માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments