બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ભાદર અને ગોમા નદીની વચ્ચે આવેલા પૌરાણિક ગઢમાં બિરાજમાન રાજ રાજેશ્વરી ભવાની માતાજીના મંદિરે 29મો ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત સુવાળીયા સુખડીયા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજોપચાર પૂજા અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પદયાત્રીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. ભક્તિમય માહોલમાં રાસ-ગરબા અને ભક્તિરસ ડાયરો યોજાયો હતો. મંદિરમાં ભવ્ય મહાભિષેક અને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ્વજા સાથે શોભાયાત્રા નીકળી હતી. જનરલ સભા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સુવાળીયા સુખડીયા પરિવારના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.