back to top
Homeગુજરાતરાજકોટ ક્રાઇમ ન્યૂઝ:ઉમિયા ચા કારખાનામાંથી પોલીસે મોરબીના રીઢા તસ્કરની ધરપકડ કરી, રૂ.7.51...

રાજકોટ ક્રાઇમ ન્યૂઝ:ઉમિયા ચા કારખાનામાંથી પોલીસે મોરબીના રીઢા તસ્કરની ધરપકડ કરી, રૂ.7.51 લાખનો મુદામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી

જામનગર હાઈ-વે પર ઉમિયા ટી કારખાનામાંથી રોકડ રૂ.7 લાખની ચોરી કરનાર મોરબીના રીઢા તસ્કરને રાજકોટમાંથી ભક્તિનગર પોલીસે પકડી પાડ્યો છે. ભક્તિનગર પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે અંકીત વિકાણી નામનો શખ્સ પોતાનુ બાઈક લઇ થોડીવારમાં રાજકમલ ફાટક તરફથી અટીકા ફાટક તરફ ઢેબર રોડ ઉપર થઈને પસાર થનાર છે, જેના બાઇકમાં આગળ લોખંડની વસ્તુ રાખેલ છે જે ચોરીથી મેળવેલ છે એવી ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે વોચ ગોઠવી શખસને અટકાવી તિજોરી બાબતે પૂછતા તેને બે દિવસ પહેલા જામનગર રોડ ઉપર પડધરી ગામ પહેલા આવેલ ઉમીયા ચા નામના કારખાનામાથી તીજોરી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. તીજોરીમાથી મળેલ રૂપીયા પોતાના ઘરે રાખેલ હોવાની કબૂલાત આપતા ઘરે જઇ તપાસ કરતા ઘરેથી રોકડ રૂ.7 લાખ તેમજ તીજોરી તોડવા માટે ઉપયોગમાં લીધેલ સામાન મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી બાઈક તેમજ રોકડ મળી કુલ રૂ.7.51 લાખનો મુદામાલ કબ્જે કરી અંકિત મહાદેવ વિકાણી (ઉ.વ.24)ને પકડી પાડી પડધરી પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં કોર્ટ આરોપી આસીફ રજાક ચૌહાણને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે. તા.3.03.2025ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ પોતાની સગીર વયની દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી આરોપી અને ભોગ બનનારને શોધી કાઢયા હતા. આરોપીની ધરપકડ કરી ગુનામાં પોકસોની કલમનો ઉમેરો થયો હતો. જે બાદ પોલીસે ચાર્જશીટ રજૂ કરતા કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં ફરિયાદ પક્ષે સાહેદોને તપાસવામાં આવ્યા હતા તેમજ ડોકયુમેન્ટરી પુરાવા રજુ કરવામાં આવ્યા હતા. આ કામમાં અતિ મહત્વના ગણાતા ફરિયાદી તથા સરકારી સાહેદોએ જુબાની આપી હતી પરંતુ, આરોપીના વકીલે આરોપીના બચાવમાં તપાસતા હકીકત રેકોર્ડ ઉપર આવી હતી અને ઘણો વિરોધાભાસ જોવા મળ્યો હતો. જેથી, ફરિયાદ પક્ષ કેસને પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હતો તથા આરોપી તરફે રોકાયેલ વકીલે કરેલ રજૂઆતો દલીલો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓ ધ્યાનમાં લઈ આ કામના આરોપી આસીફ રજાકભાઈ ચૌહાણને રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામા આવેલ હતો. નાનામવા રોડ અંબિકા ટાઉનશીપ પાસે મારુતિ એપાર્ટમેન્ટની બાજુમાં શ્રીજી મકાનમાં રહેતા વિનોદભાઈ શામજીભાઈ વાઘેલાએ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે પરેશ લીંબાસિયાનું નામ આપતા તેમની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની કલમ હેઠળ ભક્તિનગર પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ અટીકા ફાટક પાસે ઢેબર રોડ કોર્નર પાસે પ્રભાત નટ બોલ્ટ નામની દુકાન ચલાવે છે. ગઈ તા.17 માર્ચના સવારના સમયે પોતાની દુકાને હાજર હતા ત્યારે તેઓની દુકાનેથી બે ત્રણ વખત છૂટક માલની ખરીદી કરીને લઈ જનાર અને રોકડમાં વ્યવહાર કરતા પરેશભાઈ દુકાને આવ્યા હતા અને તે વખતે તેને જણાવ્યું કે,તમે ચલણમાં માલ આપો છો, તમને શનિવારે 22માર્ચના રોજ જીએસટીની વિગતો આપીશું ત્યારે સાથે બિલ બનાવી આપજો અને એકસાથે બધા પૈસા આપી દઈશ. ત્યારબાદ અલગ-અલગ સમયે કુલ રૂપિયા 1.14 લાખનો માલ સામાન પરેશભાઈ લઈ ગયા હતા. ત્યારબાદ ફોન કરતા તેઓ ફોન ઉપાડતા ન હોય અને દાતાર એન્ટરપ્રાઇઝ રેલનગરમાં તપાસ કરતા ત્યાં પરેશભાઈ નામની કોઈ વ્યક્તિ રહેતી ન હોય તેમજ રીક્ષા વાળાએ જ્યાં માલ ઉતાર્યો ત્યાં માલધારી ફાટકે ચામુંડા નટ બોલ્ટમાં તપાસ કરતા તેમના માલિક દિપકભાઈએ કહ્યું કે આ બધા માલના પૈસા પરેશભાઈને આપી દીધા છે. જેથી આ પરેશએ છેતરપિંડી કરતા ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments