back to top
Homeગુજરાતશિક્ષણ જગતને લાંછનરૂપ ઘટના:રાજકોટમાં બાળકીના ગુપ્તાંગમાં શિક્ષિકાએ પેન ઘુસાડી ઇજા પહોંચાડી, પોલીસે...

શિક્ષણ જગતને લાંછનરૂપ ઘટના:રાજકોટમાં બાળકીના ગુપ્તાંગમાં શિક્ષિકાએ પેન ઘુસાડી ઇજા પહોંચાડી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટમાં ચાર વર્ષની બાળકીના ગુપ્તાંગના ભાગે ઇજા પહોંચાડવા મામલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. શહેરના રેલનગર વિસ્તારમાં આવેલ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના મિતલબેન નામના શિક્ષિકા વિરુદ્ધ બાળકીની માતા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ઇજા પહોંચાડવી, પોક્સો તેમજ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળકીને ગુપ્તાંગના ભાગે આંગળી અથવા તો પેન વડે મુંઢ ઇજા પહોંચાડવામાં આવી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિક્ષણ જગતને લાંછનરૂપ ઘટના
રાજકોટ શહેરમાં અતિ દુઃખદ અને સમગ્ર શિક્ષણ જગતને લાંછનરૂપ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. માત્ર ચાર વર્ષની બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં બોલપેન અથવા એવી કોઈ વસ્તુ ઘુસાડી દેતા બાળકીને ગુપ્તાંગમાંથી પરુ નીકળતા માતાને જાણ થઈ હતી જે બાદ ખાનગી અને બાદ જનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. પ્રદ્યુમનનગર પોલીસે બાળકીની માતાની ફરિયાદ પરથી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાળકી સ્કૂલેથી ઘરે આવી માતાને જણાવ્યું
રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા અને PGVCLમાં નોકરી કરતા યુવાનની ચાર વર્ષની માસુમ દીકરીનું ગત વર્ષ વર્ષે જૂન મહિનામાં રેલનગર વિસ્તારમાં આવેલ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં કેજી નર્સરીમાં એડમિશન લેવા નિર્ણય કર્યો હતો અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ શરૂ કરાવ્યો હતો. દરમ્યાન ગત તા.11.04.2025ના રોજ બાળકી સ્કૂલેથી ઘરે આવી ત્યારે પોતાના માતાને જણાવ્યું હતું કે, મને ગુપ્તાંગની જગ્યાએ દુખે છે. જેથી ગરમીના કારણે બળતરા થતી હશે તેમ વિચારી માતાએ કાંઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું. બાળકીને તપાસતા બાળકી સાથે અજુગતું થયું હોવાની શંકા સાચી ઠરી
બીજા દિવસે ફરી સ્કૂલેથી આવી બાળકીએ ખૂબ દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરી જેથી માતાએ નીરખીને જોતા બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં પરુ જેવો ચીકણો પદાર્થ નીકળતો હતો અને કૈક અજુગતું થયું છે તેવો વ્હેમ જતા માતાએ તુરંત બાળકીના પિતાને જાણ કરી પતિ પત્ની નજીકની ખાનગી હોસ્પિટલમાં બાળકીને લઈ ગયા હતા જ્યાં ડોકટરે તપાસતા બાળકી સાથે અજુગતું થયું હોવાની શંકા સાચી ઠરી હતી. બાળકીને તેની સ્કૂલમાં સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓ, ટીચર, શિક્ષક, સ્ટાફના ફોટા બતાવી કોણે તેને ગુપ્તાંગમાં ઇજા પહોંચાડી પૂછતાં બાળકીએ એક ટીચરના ફોટા પર હાથ મુક્યો હતો. ખાનગીમાં સારવાર બાદ બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા છેલ્લા બે દિવસથી જનાના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડોકટરે એમએલસી જાહેર કરતા મામલો પ્રદ્યુમનનગર પોલીસ મથકે પહોંચ્યો હતો જે બાદ પોલીસે નિવેદન નોંધી તપાસ શરૂ કરી હતી. શિક્ષિકાએ આ કૃત્ય કર્યું હોવાના આક્ષેપ
બાળકીના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરીએ ફરિયાદ કરી હતી કે નીચેના ભાગમાં દુખાવો થાય છે આ પછી અમે મેડિકલ રિપોર્ટ કરાવ્યા હતા 15 તારીખે પરીક્ષા હતી માટે સ્કૂલે લઇ ગયા તો આ સમયે ફરી એજ શિક્ષિકા કે જેને આવું કૃત્ય કર્યું તેને મારી દીકરીને ડરાવી હતી તેની સામે આંખો કાઢી ગુસ્સો કર્યો હતો અને માર માર્યો હતો. ક્લાસમાં બે મેડમ છે મોના મેડમ અને મિત્તલ મેડમ પણ દીકરી મિત્તલ મેડમે જ આ કૃત્ય કર્યું હોવાનું જણાવે છે. પોલીસ ફરિયાદ બાદ અન્ય કોઈ દીકરી સાથે એવું કર્યું છે કે કેમ તે અંગે ખ્યાલ આવી શકે તેમ છે. મારી દીકરી સાથે એક શિક્ષિકાએ આવું કર્યું જે તદ્દન ગેરવ્યાજબી છે આવું અન્ય કોઈ સાથે ન થાય એ માટે અમે ફરિયાદ નોધાવી રહ્યા છીએ અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છીએ. શિક્ષક ઉપર ખોટા આક્ષેપ ન કરવા જોઈએ
જ્યારે કર્ણાવતી સ્કૂલના પ્રિન્સિપાલ ડોબરીયાએ જણાવ્યું હતું કે, વાલી દ્વારા જે આક્ષેપ કરવામાં આવ રહ્યા છે તે તદ્દન ખોટા છે આવી કોઈ ઘટના અમારી શાળામાં બની જ નથી. અમારી શાળામાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલા છે તેમાં પણ આવું કશું થયું હોય તેવું અમારા ધ્યાન પર આવ્યું નથી. અમારા મહિલા શિક્ષક મિત્તલબેન ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે પરંતુ એ આક્ષેપ ખોટા છે ચાર વર્ષથી આ શિક્ષક અમારી શાળામાં છે તેઓ બધા બાળકોને તેમના સંતાનની જેમ જ રાખે છે. શિક્ષક ઉપર ખોટા આક્ષેપ ન કરવા જોઈએ. વાલીને તમામ સીસીટીવી ફૂટેજ બતાવેલ છે
જ્યારે સમગ્ર મામલે શિક્ષિકા મિત્તલએ જણાવ્યું હતું કે, મારી ઉપર લગાવવામાં આવેલ આક્ષેપ ખોટા છે, આખું વર્ષ મેં આ દીકરીને ભણાવી છે એક શબ્દ આ દીકરી બોલતી નથી વાલી દ્વારા આવડો મોટો ખોટો આક્ષેપ ન કરવો જોઈએ. દીકરી સ્કૂલ સિવાય અન્ય જગ્યાએ પણ જતી હોય તો તે અંગે પણ વાલીએ તપાસ કરવી જોઈએ. મારો ઈગો હર્ટ થયો છે આવું ન થવું જોઈએ. વાલીને તમામ સીસીટીવી ફૂટેજ બતાવેલ છે જે સાબિત કરી શક્યા નથી આક્ષેપ તદ્દન ખોટા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments