અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે 19 એપ્રિલના રોજ બપોરે 3:30 વાગ્યે મેચ યોજાવાની છે. બપોરે 3:30 વાગ્યે આ મેચ રમવાની છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો આવશે. ઉનાળાની સીઝનમાં હીટવેવની આગાહી અને વધુ તાપમાન હોવાને લઈને લોકોને ગરમીનો સામનો કરવો પડી શકે છે. જેને લઈ 108 ઈમરજન્સી સેવા દ્વારા સાત જેટલી એમ્બ્યુલન્સ અને 30 જેટલા સ્ટાફને મૂકવામાં આવ્યા છે. જો કોઈને પણ લૂ લાગે અથવા તો હિટ સ્ટ્રોક આવે તો તાત્કાલિક ધોરણે તેઓને પ્રાથમિક સારવાર એમ્બ્યુલન્સમાં જ આપવામાં આવશે અને જો વધારે તકલીફ થાય તો નજીકની એસ.એમ.એસ. હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવશે. સ્ટેડિયમમાં જ નાની હોસ્પિટલ ઊભી કરાઈ
ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે યોજાનારી મેચ બપોરે 3:30 વાગ્યે છે અને ઉનાળાના સિઝનમાં ખૂબ જ ગરમી હોવાને લઈ હિટવેવથી રક્ષણ મળે તેના માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને આયોજકો દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ડોક્ટર્સ અને 108ની વધુ એમ્બુલન્સની વ્યવસ્થા કરી છે. સ્ટેડિયમમાં જ નાની (ચાર બેડની) બે હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે. પાંચ જગ્યાએ મફત ORS-પાણીની સુવિધા ઊભી કરાઈ
સ્ટેડિયમમાં જ મિની હોસ્પિટલ, ઈમરજન્સી માટે 7 જેટલી 108 તૈનાત; પાંચ જગ્યાએ મફત ORS-પાણીની સુવિધા ઊભી કરાઈ. મેડિકલ કાઉન્ટર ઉપરથી અને સ્વયં સેવક દ્વારા વિના મૂલ્યે ORSના પેકેટો આપવામાં આવશે. આયોજકો દ્વારા વિના મૂલ્યે ગેટ નંબર- 1. ફેન ઝોન-1, ફેન ઝોન-2, Ramada ક્લબ ગેટ પાસે, અને પ્રસિડેન્ટ ગેલેરી પિક અપ પોઈન્ટ એમ પાંચ જેટલા સ્થળોએ ફ્રી પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેચ જોવા આવનાર પ્રેક્ષકોને વિનંતી કરવામાં આવી છે કે ખૂબ પાણી પીવાનું રાખે.