ધોળાવીરામાંથી મળેલું તેનું સાઇનબોર્ડ સૌથી મહત્વપૂર્ણ શોધ છે. આ બોર્ડનના શબ્દો આજદિન સુધી વણઉકેલાયા છે, અને અનેક દેશોના તજજ્ઞો એના પર મંથન કરી રહ્યા છે. આ બોર્ડને જમીનમાંથી બહાર કાઢવું લગભગ અશક્ય હતું, તેથી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા નોર્થ ગેટ પાસે મળેલા આ સાઇન બોર્ડને ત્યાંજ માટીથી ફરી ઢાંકી સુરક્ષિત કરી દેવાયું હતું ! તાજેતરમાં માર્ચ મહિનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ધોળાવીરાની મુલાકાતે આવ્યા ત્યારે એએસઆઇના પુરાતત્વવિદો દ્વારા 23 વર્ષ બાદ ફરી ઉત્ખનન કરી આ સાઇનબોર્ડ જમીનમાંથીબહાર કાઢ્યો હતો. હવે આ સાઇનબોર્ડ લોકો જોઇ શકે તે માટે તે કાચની પેટીથી સુરક્ષિત કરાયું છે. દસ મોટા અક્ષરો, દરેક અક્ષરની 37 સેમી ઊંચાઈ અને 25-27 સેમી પહોળાઈ
આ સાઇનબોર્ડ ઉત્તર ગેટ સિટાડેલના પશ્ચિમી ખંડના ફ્લોર પર મળી આવ્યો છે. તેમાં હડપ્પા લિપિના દસ મોટા અક્ષરો છે, દરેક અક્ષર 37 સેમી ઊંચાઈ અને 25-27 સેમી પહોળાઈ ધરાવે છે અને સફેદ જિપ્સમ સામગ્રીના કાપેલા ટુકડાઓમાંથી બનાવવામાં આવ્યા છે. આ અક્ષરો હડપ્પા લોકોની કલાત્મકતા અને તકનીકી કુશળતાનું એક અસાધારણ ઉદાહરણ છે. સ્થાનિક માટી, રક્ષણાત્મક જીઓ-ટેક્સટાઇલ શીટ્સના સ્તરો અને રેતી અને માટીના મિશ્રણથી ફરી તે 2002 થી સુરક્ષિત છે.માર્ચ 2025માં ભારતના રાષ્ટ્રપતિની મુલાકાત પહેલા યદુબીર સિંહ રાવત, ડીજી, એએસઆઈ અને વરિષ્ઠ પુરાતત્વવિદોની દેખરેખ અને હાજરીમાં શિલાલેખ ફરીથી ખોલવામાં આવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે આ શિલાલેખના અક્ષરો સલામત અને અકબંધ છે અને તેને કઠણ કાચના કેસથી ઢાંકવામાં આવ્યા છે. લોકોએ નગરને છોડ્યું ત્યારે બોર્ડ બાજુના રૂમમાં મુકી દીધું !
ધોળાવીરા જ્યારે પોતાના સૂવર્ણ કાળમાં હતું ત્યારે આ સાઇનબોર્ડ કિલ્લાના નોર્થ દ્વાર પર લાગેલું હતું. સંભવિત આ શહેરનું નામ હોઇ શકે છે. અહીંના લોકો કોઇ કારણોસર શહેર છોડીને ચાલ્યા ગયા ત્યારે આ સાઇનબોર્ડ ઉતારી બાજુમાં આવેલા એક રૂમમાં મુકતા ગયા હતાં. > નાગજી પરમાર, ગાઇડ, ધોળાવીરા