ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝનમાં આજે ડબલ હેડર (એક દિવસમાં 2 મેચ) રમાશે. દિવસની બીજી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR)નો સામનો લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સાથે થશે. મુકાબલો જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યેથી રમાશે. RRએ અત્યાર સુધી 7 મેચ રમ્યા બાદ માત્ર 2 મેચ જીતી છે તો LSGએ એટલી જ મેચોમાં 4 મેચ જીતી છે. જોકે હેડ ટુ હેડમાં રાજસ્થાન રોયલ્સનું પલડું ભારે રહ્યું છે. જ્યારે, દિવસની પહેલી મેચમાં ગુજરાત ટાઈટન્સ (GT)નો સામનો દિલ્હી કેપિટલ્સ (DC) સાથે થશે. મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગ્યેથી રમાશે. બીજી મેચનો પ્રીવ્યૂ… મેચ ડિટેઇલ્સ, 36મી મેચ
RR Vs LSG
તારીખ: 19 એપ્રિલ
સ્ટેડિયમ: સવાઈ માનસિંહ સ્ટેડિયમ, જયપુર
સમય: ટૉસ- 7:00 PM, મેચ સ્ટાર્ટ- 7:30 PM હેડ ટુ હેડમાં રાજસ્થાન આગળ રાજસ્થાન અને લખનઉ વચ્ચે IPLમાં અત્યાર સુધી માત્ર 5 મુકાબલા રમાયા છે. રાજસ્થાનને 4માં અને લખનઉને માત્ર 1માં જીત મળી છે. રાજસ્થાનના હોમ ગ્રાઉન્ડ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 2 મેચ રમાઈ છે. આમાં બંને ટીમે 1-1 મેચ જીતી છે. યશસ્વી રાજસ્થાન માટે સૌથી વધુ રન બનાવનાર બેટર રાજસ્થાન રોયલ્સનો યશસ્વી જયસ્વાલ ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટર છે. તેણે 7 મેચમાં 233 રન બનાવ્યા છે. બીજા નંબર પર કેપ્ટન સંજુ સેમસન છે. તેણે 7 મેચમાં 224 રન બનાવ્યા છે. આમાં એક ફિફ્ટી સામેલ છે. બોલર વાનિન્દુ હસરંગા ટીમનો ટૉપ વિકેટ ટેકર છે. તેણે પોતાની 5 મેચમાં કુલ 7 વિકેટ લીધી છે. પૂરન 18મી સીઝનમાં અત્યારે ઓરેન્જ કેપ હોલ્ડર લખનઉની બેટિંગમાં નિકોલસ પૂરન, મિચેલ માર્શ અને એડન માર્કરમ સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. પૂરન હાલમાં ઓરેન્જ કેપની દોડમાં સૌથી આગળ છે. તે સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટર છે. તેણે 7 મેચમાં 357 રન બનાવ્યા છે. જ્યારે રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરાયેલા શાર્દૂલ ઠાકુર લખનઉના સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 7 મેચમાં કુલ 11 વિકેટ ઝડપી છે. પિચ રિપોર્ટ
જયપુરના સવાઈ માનસિંહની પિચ બેટર્સ માટે મદદગાર સાબિત થશે. T20 ક્રિકેટમાં અહીં 180-196 વચ્ચેનો સ્કોર સામાન્ય બાબત છે. આ સીઝનમાં અહીં આ બીજી મેચ હશે. જયપુરમાં અત્યાર સુધી 58 IPL મેચ રમાઈ છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમે અહીં 20 અને 38 મેચમાં ચેઝ કરનાર ટીમે જીત મેળવી છે. અહીંનો હાઈએસ્ટ ટીમ સ્કોર 217/6 છે, જે સનરાઈઝર્સ હૈદરાબાદે 2023માં રાજસ્થાન રોયલ્સ સામે બનાવ્યો હતો. વેધર કંડિશન
જયપુરમાં મેચના દિવસે હવામાન ખૂબ ગરમ રહેશે. શનિવારે અહીંનું તાપમાન 28થી 41 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. વરસાદની બિલકુલ શક્યતા નથી. પવનની ગતિ 11 કિમી પ્રતિ કલાક રહેશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) રાજસ્થાન રોયલ્સ (RR): સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, નીતિશ રાણા, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહિશ થિક્સાના, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે, કુમાર કાર્તિકેય. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), મિચેલ માર્શ, એડન માર્કરમ, નિકોલસ પૂરન, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દૂલ ઠાકુર, દિગ્વેશ રાઠી, આવેશ ખાન, આકાશ દીપ, રવિ બિશ્નોઈ, આયુષ બદોની.