એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પોતાના જ વખાણ કરવા માટે માટે જાણીતી છે. આ કારણે, ટ્રોલિંગ તેની લાઇફસ્ટાઇલનો એક ભાગ બની ગયું છે. તાજેતરમાં, એક્ટ્રેસે દાવો કર્યો હતો કે બદ્રીનાથ મંદિરની નજીક તેનું એક મંદિર છે. એક્ટ્રેસના આ નિવેદનથી બદ્રીનાથના પુજારીઓ ગુસ્સે ભરાયા છે. ઉર્વશીના નિવેદન પર હોબાળો, પુજારી ગુસ્સે થયા ઉર્વશી રૌતેલાએ દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે, ઉત્તરાખંડના પ્રખ્યાત બદ્રીનાથ મંદિરથી એક કિલોમીટર દૂર તેમના નામે ‘ઉર્વશી મંદિર’ બનાવવામાં આવ્યું છે. ઉર્વશીએ 108 પીઠનું આ મંદિર પોતાનો હોવાનો દાવો કર્યો હતો. બદ્રીનાથ સાથે સંકળાયેલા પૂજારીઓ એક્ટ્રેસનાઆ દાવાથી ગુસ્સે ભરાયા છે. બદ્રીનાથ ધામના પૂર્વ ધર્માધિકારી ભુવન નૌટિયાલે જણાવ્યું હતું કે સ્થાનિક ભક્તો મા ઉર્વશી મંદિરની મુલાકાત લેતા રહે છે. નવરાત્રી નિમિત્તે મંદિરમાં ઘણા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. માતા ઉર્વશી મંદિર ભગવાન શિવ સાથે સંકળાયેલું માનવામાં આવે છે. ભૂતપૂર્વ પુજારીએ કહ્યું કે દેવીના મંદિરને કોઈના નામ સાથે જોડવું યોગ્ય નથી. ‘ઉર્વશીએ પોતાના નિવેદન બદલ માફી માગવી જોઈએ’ ઉર્વશી રૌતેલાના દાવા પર બ્રહ્મકપાલ તીર્થ પુરોહિત સમાજના પ્રમુખ અમિત સતીએ કહ્યું, ‘ઉર્વશીના નિવેદનથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ઉર્વશીએ પોતાના નિવેદન બદલ માફી માગવી જોઈએ, નહીં તો પરિણામ માટે તૈયાર રહેવું જોઈએ. હું ઈચ્છું છું કે મારું મંદિર દક્ષિણમાં પણ બને – ઉર્વશી એટલું જ નહીં, આ ઇન્ટરવ્યૂમાં ઉર્વશી રૌતેલાએ કહ્યું હતું કે, ‘છેલ્લા દોઢ વર્ષમાં મેં દક્ષિણના ત્રણ મોટા સુપરસ્ટાર જેમ કે ચિરંજીવી, નંદમુરી બાલકૃષ્ણ, પવન કલ્યાણ સાથે કામ કર્યું છે.’ મારી ઈચ્છા છે કે હવે મારું મંદિર દક્ષિણમાં પણ બને. દિલ્હીની હિન્દુ કોલેજમાં વિદ્યાર્થીઓએ મને દમદમી માઈ તરીકે પૂજે છે. આ એક વાર્ષિક પૂજા છે જેમાં વિદ્યાર્થીઓ મારી પૂજા કરે છે.’ નોંધનીય છે કે, મા ઉર્વશી મંદિર ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના બામની ગામમાં આવેલું છે. બામની ગામ બદ્રીનાથ ધામથી લગભગ એક કિલોમીટર દૂર છે. બદ્રીનાથ ધામમાં આવતા મોટાભાગના ભક્તો પણ આ મંદિરની મુલાકાત લે છે.