આફ્રિકન દેશ કોંગોમાંથી એક દુ:ખદ દુર્ઘટનાના સમાચાર મળી રહ્યા છે. અહીં એક બોટ પલટી જવાથી એક મોટો અકસ્માત થયો હતો, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 148 લોકોના મોતના સમાચાર છે. તેમજ, અનેક લોકો ગુમ હોવાનું કહેવાય છે. રેસેક્યૂ ઓપરેશન ચાલુ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ત્યારે થયો જ્યારે બોટમાં આગ લાગી અને ત્યારબાદ તે પલટી ગઈ. બોટમાં લગભગ 400 લોકો સવાર હતા. અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા એક સ્થાનિક અધિકારીના જણાવ્યા મુજબ, કોંગો નદી પર થયેલા અકસ્માતમાં ડઝનબંધ લોકોને બચાલી લેવામાં આવ્યા છે, જેમાંથી ઘણા ગંભીર રીતે દાઝી ગયા હતા. રેડ ક્રોસ અને પ્રાંતીય અધિકારીઓની મદદથી બચાવ ટીમો દ્વારા ગુમ થયેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે. બોટમાં અચાનક આગ કેવી રીતે લાગી? આ દરમિયાન એક અધિકારી, કમ્પિટેન્ટ લોયોકોએ સમાચાર એજન્સી APને જણાવ્યું કે એચબી કોંગોલો નામની બોટ માટનકુમુ બંદરથી બોલોમ્બા જવા માટે રવાના થઈ હતી. આમાં લગભગ 400 મુસાફરો સવાર હતા. આ મોટો અકસ્માત ત્યારે થયો જ્યારે મ્બાન્ડાકા શહેર નજીક મોટરથી ચાલતી લાકડાની હોડીમાં અચાનક આગ લાગી. આ ઘટનામાં લગભગ 100 લોકો ઘાયલ થયા હતા બચી ગયેલા લોકોને મ્બાન્ડાકા ટાઉન હોલ ખાતેના કામચલાઉ આશ્રયસ્થાનમાં લઈ જવામાં આવ્યા હતા. તેમજ, અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. તેમણે એમ પણ જણાવ્યું કે આ દુ:ખદ અકસ્માત ત્યારે થયો જ્યારે એક મહિલા બોટ પર ભોજન બનાવી રહી હતી. બોટમાં અચાનક આગ લાગવાથી મહિલાઓ અને બાળકો સહિત ઘણા લોકો નદીમાં કુદી પડ્યા, પણ તેમને તરતા આવડતું ન હતું. આ કારણે તેનું મૃત્યુ થયું. હજુ પણ મોટી સંખ્યામાં લોકો ગુમ હોવાના અહેવાલ છે. રેડ ક્રોસ અને પ્રાંતીય અધિકારીઓની મદદથી બચાવ ટીમો ગુમ થયેલા લોકોને શોધી રહી છે. આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બોટ આગમાં ખરાબ રીતે સળગી ગયેલી જોવા મળે છે. આ સમય દરમિયાન, લોકો બૂમો અને ચીસો પાડી રહ્યા છે. છેલ્લા મહિનાઓમાં થયેલા મોટા દુર્ઘટના… ઉલ્લેખનીય છે કે મધ્ય આફ્રિકન દેશમાં જીવલેણ બોટ અકસ્માતોના સમાચાર વારંવાર આવતા રહે છે. માર્ચની શરૂઆતમાં, કોંગોમાં એક બોટ પલટી જતાં 25 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ઘણા ફૂટબોલ ખેલાડીઓ પણ હતા. ડિસેમ્બર 2024માં પણ આવા બે અકસ્માતો થયા હતા. કોંગોની બુસીરા નદીમાં એક પેસેન્જર બોટ પલટી જતાં 38 લોકોના મોત થયા હતા. આના ચાર દિવસ પહેલા જ બીજી બોટ ડૂબવાથી 25 લોકોના મોત થયા હતા. તેમજ, ઓક્ટોબરમાં, કોંગોના કિવુ તળાવમાં એક બોટ પલટી જતાં ઓછામાં ઓછા 78 લોકોનાં મોત થયાં હતાં.