મણિરત્નમની ફિલ્મ ‘બોમ્બે’માં સિનેમેટોગ્રાફર તરીકે કામ કરનારા રાજીવ મેનનએ ફિલ્મના ધાર્મિક વિષય અને કેટલાક દૃશ્યો વિશે વાત કરી છે. મેનને કહ્યું કે આવી ફિલ્મને આજે થિયેટરોમાં રિલીઝ થવામાં મુશ્કેલી પડશે. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ દાયકામાં ભારતમાં સહિષ્ણુતા ઘટી છે. એક યુટ્યુબ ચેનલ પર વાત કરતા રાજીવે કહ્યું, ‘આજે ‘બોમ્બે’ જેવી ફિલ્મ બની શકે નહીં. ભારતમાં પરિસ્થિતિ ખૂબ જ અસ્થિર છે. લોકો કટ્ટર વલણ અપનાવી રહ્યા છે અને ધર્મ એક મોટો મુદ્દો બની ગયો છે. મને નથી લાગતું કે તમે ‘બોમ્બે’ જેવી ફિલ્મ બનાવી શકો. તે થિયેટરોમાં રિલીઝ થતાં જ થિયેટર બળીને ખાખ થઈ જશે. છેલ્લાં 25-30 વર્ષોમાં ભારતમાં સહિષ્ણુતા ઘટી ગઈ છે.’ મનીષાના બુરખાના દૃશ્ય પાછળ કોઈ રૂપક નથી ઇન્ટરવ્યૂ દરમિયાન, રાજીવે ‘તુ હી રે’ ગીતમાં મનીષા કોઈરાલાના બુરખાના દૃશ્ય વિશે પણ વાત કરી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ગીતમાં મનીષ કોઈરાલા દ્વારા બુરખો ઉતારવો એ ધર્મ છોડી દેવાની નિશાની તરીકે દર્શાવવામાં આવ્યું છે? રાજીવ કહે છે – એવું કંઈ નહોતું. તે દૃશ્યમાં કોઈ પ્રોપ્સ નહોતા, ફક્ત કિલ્લાની દીવાલ હતી. આ જગ્યા મને મારા પિતાના એક મિત્રએ બતાવી હતી, જે નૌકાદળમાં કમાન્ડર હતા. પપ્પાના અવસાન પછી તે મને મદદ કરવા માગતો હતો. તે દૃશ્યમાં એક લંગર (લોખંડનો લંગર) છે. મનીષાનો ડ્રેસ તેમાં ફસાઈ જાય છે. ખરેખર અમારો વિચાર એ હતો કે મનીષા આખા ગીત દરમિયાન એક જ ડ્રેસમાં ન દેખાય, તેથી ડ્રેસ બદલ્યો હતો. તે વાદળી ડ્રેસ ખૂબ જ સુંદર હતો, પણ જો તે આખા ગીત દરમિયાન એવો જ રહેતો હોત, તો તે કંટાળાજનક લાગત. ગમે તે હોય, અમારી પાસે કોઈ ડાન્સ માસ્ટર નહોતો. એનો અર્થ એ થયો કે બુરખો ઉતારવા પાછળ કોઈ ધાર્મિક અર્થ નહોતો, આ બધું ફક્ત દૃશ્ય અને પોશાકને વધુ સારું બનાવવા માટે કરવામાં આવ્યું હતું. ફિલ્મના સંગીત વિશે વાત કરતાં, રાજીવ કહે છે કે દિગ્દર્શક મણિરત્નમે હિંસક દૃશ્યો માટે એઆર રહેમાન દ્વારા રચિત સૌથી કરુણ સૂરનો ઉપયોગ કરવાનું વિચાર્યું. તેમણે કહ્યું, ‘અમારી પાસે બધાં હિંસા દૃશ્યો માટે સ્કોર હતો.’ અહીં પીડા છે, અહીં આપણે ન તો ઢોલ વિશે વાત કરી રહ્યા છીએ કે ન તો વાયોલિન વિશે, પરંતુ હિંસા પાછળ છુપાયેલા દુ:ખ વિશે વાત કરી રહ્યા છીએ.’ રાજીવે કહ્યું, ‘શહેર બળી રહ્યું હતું.’ આ દૃશ્ય માટે કોઈ બીજું રોમાંચક સંગીત પસંદ કરી શકાયું હોત, પરંતુ તેમણે જે પસંદ કર્યું તે એક માતાની લાગણી હતી જે તેના બાળકને શોધતી હતી. તે મૂળભૂત રીતે એક લોરી(હાલરડું) હતી. નોંધનીય છે કે, વર્ષ 1995 માં મનીષ કોઈરાલા અને અરવિંદ સ્વામી સ્ટારર ફિલ્મ ‘બોમ્બે’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં એક હિન્દુ છોકરા અને મુસ્લિમ છોકરી વચ્ચેના પ્રેમને દર્શાવવામાં આવ્યો હતો.