હવે રાજ્યમાં 2 દિવસ પવનનું તાંડવ જોવા મળશે આકરા તાપ બાદ હવે રાજ્યમાં 2 દિવસ પવનનું તાંડવ જોવા મળશે. કચ્છ, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઊડશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. આજે મોદી સ્ટેડિયમમાં GT Vs DC આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025ની 35મી મેચ ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. મેચને લઈને નમો સ્ટેડિયમમાં જ મિની હોસ્પિટલ ઊભી કરાઈ છે તો ઈમર્જન્સી માટે 7 જેટલી 108 પણ તહેનાત કરાઈ છે. આજે સવારે ગાંધીનગર રૂટની મેટ્રો બંધ રહેશે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 8થી રાતના 8:14 સુધી કાર્યરત છે, આજે સવારે 8થી12:30 સુધી ગાંધીનગર રૂટની મેટ્રો બંધ રહેશે. BJP કોર્પોરેટરે તાપી નદીની સ્થિતિ અંગે પોલ છતી કરી ભાજપના કોર્પોરેટર કૃણાલ સેલરે તાપી નદીની દયનીય સ્થિતિની પોલ ખોલી. નદીના ત્રણ કિમી વિસ્તારમાં કરેલા સર્વેમાં દારૂની ભઠ્ઠી, કેમિકલના આઉટલેટ અને એક ગેરકાયદે તબેલો મળ્યાં. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારને 20 વર્ષની કેદ વલસાડમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારને સ્પેશિયલ કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી છે, સાથે જ કોર્ટે પીડિત બાળકીને રૂ.4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પદ્મિનીબા સહિત 5 સામે હનીટ્રેપની ફરિયાદ પદ્મિનીબા વાળા ફરી એકવાર વિવાદમાં સપડાયાં છે. ગોંડલમાં પદ્મિનીબા વાળા તેમના પુત્ર અને અન્ય 3 એમ કુલ 5 લોકો સામે હનીટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. રમેશભાઈ અમરેલિયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેજલ નામની યુવતીએ નંબર લીધો હતો અને વીડિયો કોલ કરી ટી-શર્ટ કાઢી નાખ્યું હતું અને બાદમાં ફોન કટ કરી દીધો હતો. આ પછી બીજા દિવસે પદ્મિનીબા વાળા, તેમનો પુત્ર અને યુવતી સહિત 5 લોકો જબરદસ્તી તેમના ઘરમાં ઘૂસ્યા અને તેમને રોડ વચ્ચે કપડાં કાઢીને મારવાની અને હર્ષ સંઘવીને કહીને ઘર પર બુલડોઝર ફેરવાવી દેવાની ધમકી આપી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો મારઝૂડ મુદ્દે BJPના કાઉન્સિલર સહિત 3 સામે ફરિયાદ દાહોદમાં ભાજપનાં મહિલા કાઉન્સિલર સહિત 3 સામે મારપીટની ફરિયાદ નોંધાઈ. વારસાઈ મિલકતના વિવાદમાં વોર્ડ નંબર 3નાં ભાજપ મહિલા કાઉન્સિલર લક્ષ્મીબેન ભાટ, તેમના પતિ અને લખન સિસોદિયાએ મકાનમાં રહેતાં છાયાબેનના પુત્ર રૂપરાજ પર હુમલો કર્યો હતો. મકાન છાયાબેનનાં માતા-પિતાની વારસાઈની મિલકત છે. 8 વર્ષ પહેલાં તેમની બહેન નંદાબેન આ મકાનમાં રહેતાં હતાં અને નંદાબેને છાયાબેનના પુત્ર રૂપરાજને દત્તક લીધો હતો, તેથી વારસાઈના મકાનમાં દસ્તાવેજો લેવા ગયેલા આ પરિવાર પર ભાજપનાં મહિલા કાઉન્સિલર સહિત 3 લોકો દ્વારા હુમલો કરાતાં આ ચારેય સામે છાયાબેન સિસોદિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો