બંગાળમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં બોટાદમાં વિશ્વ હિંદુ પરિષદે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બોટાદ જિલ્લા VHP અને બજરંગ દળના આગેવાનોએ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગ કરી છે. શહેરમાં આવેલ મસ્તરામ મંદિર ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા હતા. ત્યાંથી એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના મુખ્ય માર્ગો જેવા કે હવેલી ચોક, દીનદયાળ ચોક, ટાવર રોડ, સરકારી હાઈસ્કૂલ અને ખસ રોડ થઈને કલેક્ટર કચેરીએ પહોંચી હતી. કલેક્ટર કચેરી ખાતે કાર્યકરોએ ‘મમતા બેનરજી હાય હાય’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. VHPના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આવેદનપત્રમાં પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારોને રોકવા અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગ કરવામાં આવી છે.