back to top
HomeગુજરાતISIને સંવેદનશીલ માહિતી આપનાર જવાનની જામીન અરજી HCએ ફગાવી:મૂળ જમ્મુ કાશ્મીરનો રહેવાસી...

ISIને સંવેદનશીલ માહિતી આપનાર જવાનની જામીન અરજી HCએ ફગાવી:મૂળ જમ્મુ કાશ્મીરનો રહેવાસી કચ્છ BSFમાં ફરજ બજાવતો હતો, પાકિસ્તાન પણ જઈ આવ્યો હતો

કચ્છમાં BSFમાં ફરજ બજાવતા મૂળ જમ્મુ કાશ્મીરના જવાન સજ્જાદ સામે વર્ષ 2021માં અમદાવાદના ATS પોલીસ મથકે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIને BSFની સંવેદનશીલ માહિતીઓ આપવા બદલ ફરિયાદ નોધાઇ હતી. જેમાં આરોપીએ કચ્છની કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેને નકારી દેવાતા તેને ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને હાઇકોર્ટે ફગાવી નાખી હતી. પાકિસ્તાન પણ રહી આવ્યો હતો
કેસને વિગતે જોતા BSF જવાનના પાસપોર્ટ અને આધારકાર્ડમાં અલગ અલગ જન્મ તારીખો હતી. તે પાસપોર્ટના આધારે એકાદ મહિનો પાકિસ્તાન પણ રહી આવ્યો હતો. પોતાના મોબાઈલથી તે BSFની ગુપ્ત માહિતીઓ પાકિસ્તાનને આપતો હતો. તેને 30 હજાર અને 40 હજાર રૂપિયા પણ મેળવ્યા હતા. જે તેના જમ્મુ કાશ્મીર ખાતે રહેતા ભાઈના ખાતામાં જમા થયા હતા. હાઇકોર્ટે ટ્રાયલને ઝડપી ચલાવવાના નિર્દેશ આપી જામીન અરજી નકારી નાખી
અરજદારે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી હતી. જેમાં કેટલાક સાહેદો જ તપાસવાના બાકી હોવાથી જો 6 મહિનામાં ટ્રાયલ ના પતે તો હાઇકોર્ટમાં અરજી કરવા જણાવ્યું હતું. જો કે સાહેદો અલગ અલગ રાજ્યમાં હોવાથી ટ્રાયલ પતવામાં વિલંબ થઈ રહ્યો છે. હાઇકોર્ટે ટ્રાયલને ઝડપી ચલાવવાના નિર્દેશ આપી અરજદારની જામીન અરજી નકારી નાખી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments