back to top
Homeગુજરાતરાજકોટમાં ફરશે કોંગ્રેસનાં સંવેદના રથ:TRP, એટલાન્ટિસ અગ્નિકાંડ, સિટી બસ દુર્ઘટના, હરણી કાંડ,...

રાજકોટમાં ફરશે કોંગ્રેસનાં સંવેદના રથ:TRP, એટલાન્ટિસ અગ્નિકાંડ, સિટી બસ દુર્ઘટના, હરણી કાંડ, તક્ષશિલા કાંડ અને મોરબી પુલ દુર્ઘટનાનાં પોસ્ટર સાથે લોકજાગૃતિનો પ્રયાસ

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા શહેરનાં તમામ 18 વોર્ડમાં સંવેદના રથ કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે યાજ્ઞિક રોડ પરથી ચાર સંવેદના રથનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં રાજકોટનાં TRP અને એટલાન્ટિસ અગ્નિકાંડ અને સિટી બસ દુર્ઘટના, વડોદરાનાં હરણી કાંડ સુરતનાં તક્ષશિલા કાંડ તેમજ મોરબીની પુલ દુર્ઘટનાનાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ભાજપનાં શાસનકાળમાં બનેલી આ દુર્ઘટનાઓ અંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે આ સરકારને પાઠ ભણાવવા માટે લોકો આગળ આવે તેવા હેતુથી કોંગ્રેસ દ્વારા જનતાને જાગૃત કરવાનો પ્રયાસ આ સંવેદના રથ દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તો સાથે જ લોકોને જાગૃત થવા અપીલ કરી હતી. તેમજ જણાવ્યું હતું કે, રાજકોટ પૂછે છે ભ્રષ્ટાચારી ભાજપને હજુ કેટલા નિર્દોષની આહુતિ જોઈએ છે? સિટી બસના સંચાલકોની ધરપકડ નહીં, પરંતુ વિરોધ કરનારા લોકોની તાત્કાલિક ધરપકડ
પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે ગુજરાતને હપ્તાવાળું ગુજરાત તરીકે ઓળખાય તે હદ સુધી ભાજપ સત્તાનો દુરુપયોગ કરી લોકોના જાનની પરવા કર્યા વગર ભાજપ બેફામ બન્યો છે. તાજેતરમાં સિટી બસના એક ડ્રાઈવરે ચાર લોકોની જિંદગી છીનવી અનેકને ઘાયલ કર્યા છે. પોલીસ મહાનગરપાલિકાનું તંત્ર IAS, IPSને ભાજપના ભ્રષ્ટાચારના ભાગીદાર થવું પડે છે. જે ડ્રાઇવરે ચારની જિંદગી છીનવી લીધી છે તેનાં લાઇસન્સની અવધિ પણ સમાપ્ત થઈ ગઈ હતી એટલે કે લાયસન્સ વગરના ડ્રાઈવરે ચાર લોકોની જિંદગી છીનવી લીધી છે. સિટી બસના સંચાલકોની હજુ સુધી ધરપકડ કરી નથી પરંતુ રોષ બતાવનારા લોકોની પોલીસે ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરી છે. ગુજરાતમાં દુર્ઘટનાઓ ભાજપ સરકારની લાપરવાહી-ભ્રષ્ટાચારી મળતીયાઓને લીધે બની છે
ભાજપના પૂર્વ મહામંત્રી અને સિટી બસના ડ્રાઈવરો પૂરા પાડતા કોન્ટ્રાક્ટર વિક્રમ ડાંગરને બચાવવા માટે પૂરી સરકાર અને રાજકોટમાં આખું ભાજપ ઊભું રહી ગયું છે. પોલીસ એક્શનમાં છે નહીં. આરટીઓ દ્વારા તપાસ કરતા બસની બ્રેક ફેલ ન હોવાનું પણ સામે આવી ચૂક્યું છે. ભાજપની સરકાર આપણને બચાવશે કે નહીં તેની કોઈ ગેરેન્ટી નથી કારણ કે ટીઆરપી ગેમ ઝોન, વડોદરાનો હરણીકાંડ, સુરતનો તક્ષશિલા કાંડ, મોરબીનો ઝુલતો પુલ અને રાજકોટની સિટી બસની દુર્ઘટનાઓ ભાજપ સરકારની લાપરવાહી અને ભ્રષ્ટાચારી મળતીયાઓને લીધે બની છે. આજથી કોંગ્રેસનાં ચાર સંવેદના રથ શહેરભરમાં ફરશે
આ પ્રકારની ઘટનાઓમાં અધિકારીઓને નામ પૂરતા થોડા સમય જેલમાં રાખી ભાજપના આકાઓ દ્વારા બચાવી લેવામાં આવે છે. જેના વિરોધમાં આજ(19 એપ્રિલ)થી કોંગ્રેસનાં ચાર સંવેદના રથ શહેરભરમાં ફરશે. ભાજપની 30 વર્ષ જૂની સરકારને અમે ઉખાડીને ફેંકી શકીએ એમ નથી. આ માટે લોકોનો પૂરતો સહકાર જોઈશે. ભાજપના ભ્રષ્ટાચારમાં લોહીના ગુણ થઈ ગયા છે. હવે હદ થાય છે લોકો જાગે સમજે અને નિર્ણય કરે તે માટે લોકજાગૃતિ અર્થે જે રથ ફરશે તે દરેક વિધાનસભા 68, 69, 70 અને 71 તમામ વિસ્તારોમાં શેરી ગલીઓમાં અને મુખ્ય રસ્તા ઉપર ભાજપના ભ્રષ્ટાચારને લગતી પત્રિકા વિતરણ કરશે. આગામી દિવસોમાં આપણો વારો ન આવે એ સમજી લોકો જાગૃત થઈ ભાજપને ઓળખે
આજે જે કોઈના ઘરે અકસ્માત થયો નથી, એવા પરિવારો પણ યાદ રાખે કે આગામી દિવસોમાં આપણો વારો ન આવે અને લોકો જાગૃત થઈ ભાજપને ઓળખે. દરેક રથ ફરશે તેમાં વોર્ડના પ્રમુખો, પ્રભારીઓ સાથે સંકલન કરી લોકોને જાગૃત કરશે. રાજકોટ શહેર એક હાદસાનું શહેર બની ગયું છે અને ગુજરાતમાં બનતી ઘટના એની સાક્ષી છે અને ગુજરાત પણ એક હાદસાનુ રાજ્ય છે. સરકારી તંત્ર ભ્રષ્ટાચારી ભાજપના ઘુટણીયે પડી ગયું છે અને ભાજપને ભ્રષ્ટાચારના પૈસા પહોંચાડે છે. કોર્પોરેશન, પોલીસ બંને ભાજપના આકાઓને માટે કામ કરી રહી છે. ભાજપના આકાઓને બચાવવા માટે પોલીસ અને વહીવટી તંત્ર પાંગળુ બની ગયું છે. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપનારી ભાજપના શાસનમાં રાજ્ય દુર્ઘટનાગ્રસ્ત બની ગયું છે અને જે ઘટનાઓ બની છે તેમાં લોકો અસલામતીનો અનુભવ કરવા લાગ્યા છે. અગ્નિકાંડની ઘટનામાં અનેક પદાધિકારીઓના નામ ખુલ્યા હોવા છતાં તેમને બચાવી લેવાયા
ભાજપના રાજમાં ફક્ત અધિકારીઓ જ જેલમાં જાય છે. અગ્નિકાંડની ઘટનામાં અનેક પદાધિકારીઓના નામ ખુલ્યા હોવા છતાં તેને બચાવી લેવામાં આવ્યા હતા. ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર રાજાની કુવરીની જેમ વધી રહ્યો છે. એક પણ સરકારી કચેરીઓમાં ગાંધી છાપ વગર કામ થતા નથી. ભાજપના નેતાઓ અને તેના મળતીયાની સાઠગાઠને પગલે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. તો રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. ગુનેગારો બેફામ બન્યા છે પોલીસના નાક નીચે આવારા તત્વો હથિયારો અને રોડ વચ્ચે તાંડવ કરે છે અને લોકોમાં ભય પ્રસરાવે તેવું અત્યાર સુધી એક સાઉથની ફિલ્મોમાં જોયું છે અને ગુજરાતમાં હાલના ભાજપના ભ્રષ્ટાચારી રાજમાં જોવા મળે છે. આવારા તત્વોને પોલીસનો ભય રહ્યો નથી. કારણ કે ગુંડાઓના મળતીયાઓના છેડા ભાજપની સરકારમાં ઉપર સુધી પહોંચે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments