અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ તેની 7 હોમ મેચ રમવાની છે. તેમાંથી GTએ પંજાબ, મુંબઈ, રાજસ્થાન અને દિલ્હી સામે તેની હોમ મેચ રમી લીધી છે. હવે ટીમે હૈદરાબાદ, કોલકાતા અને ચેન્નઈ સામે હોમ મેચ રમવાની છે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સે તેમના ફેન્સ માટે ‘FANZONE’ બનાવ્યું છે. આ ખાસ ફેન્સ માટે બનાવેલા ફેનઝોનમાં ઇન્ટરેક્ટિવ સ્ટોલ્સ, લાઇવ મ્યુઝિક અને આકર્ષક ફોટો ઇન્સ્ટોલેશન્સ છે. ઉપરાંત લાઇવ મ્યુઝિકમાં લોકો ગરબનો આનંદ પણ માણે છે. સાથે જ હાજર ચાહકો માટે એક્સક્લુઝિવ મર્ચેન્ડાઇઝ જીતવાની તક માટે ક્વિઝમાં ભાગ લે છે. PHOTOSમાં જુઓ…