રેતી માફિયાનો ‘પંજો’, ગેરકાયદે રેતી ખોદી કાઢીને નદીને તારાજ કરી દેવામાં આવી દક્ષિણ ગુજરાતમાં માંડવી તાલુકાનાં કોસાડી ગામે આવેલ તાપી નદીના તટમા ંગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ ધમધમી રહી છે. હાલમાં માત્ર એક લીઝ ધારકને એક હેક્ટર અને 7 ગૂંઠા જેટલી જમીનમાં રેતી કાઢવાની પરવાનગી મળી છે. પરંતુ અહી આઠથી દસ નાવડી દ્વારા રેતી ઉલેચવામાં આવી રહી છે. ભૂમાફિયાઓ રેતી ખનન કરવા માટે પોતાનો હદ વિસ્તાર છોડી પાઇપ લંબાવી સામે પાર કડોદ ગામની હદ સુધી પણ રેતી ઉલેચી રહ્યા છે. ડ્રોન દ્વારા લેવાયેલી તસવીરમાં બિનઅધિકૃત રેતી ખનનની પ્રવૃત્તિ નજરે પડે છે. 20 ફૂટ પહોળી, 70 ફૂટ ઊંડી 2 હજાર સુરંગો, સિઝનમાં રૂપિયા 100 કરોડની ખનિજ ચોરી બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં થાન અને મૂળી પંથકમાં ભૂમાફિયાઓ 18 જેટલા ગામમાં કાર્બોસેલ (ખાસ પ્રકારના કોલસા)નું ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું છે. આ માટે 20 ફૂટ પહોળી, 70 ફૂટ ઊંડી 2 હજારથી વધુ સુરંગો ખોદી કાઢવામાં આવી છે. જેના દ્વારા સિઝનમાં 100 કરોડ રૂપિયાથી વધુની ખનીજ ચોરી કરવામાં આવે છે. ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાએ ખનીજ ચોરી રોકવા માટે ઝુંબેશ ચાલવી રહી હોવાનું જણાવ્યું હતું. ભૂમાફિયાઓનું ખૂબ મોટું નેટવર્ક છે.