back to top
Homeગુજરાતઐતિહાસિક ધરોહર બચાવવા હવે મહારાણી મેદાને:માંડવી બચાવવી આપણી બધાની ફરજ, રિપોર્ટ તૈયાર...

ઐતિહાસિક ધરોહર બચાવવા હવે મહારાણી મેદાને:માંડવી બચાવવી આપણી બધાની ફરજ, રિપોર્ટ તૈયાર કરી કોર્પોરેશન સાથે ચર્ચા કરીશું: રાધિકા રાજે ગાયકવાડ

વર્ષોથી અડીખમ અને વડોદરાની ઓળખ માંડવી ચાર દરવાજા હેરિટેજ ધરોહર આજે જીવંત રાખવા માટે અનેક પ્રયાસો છતાં શું થશે તે નક્કી નથી. ત્યારે માંડવી દરવાજાના સ્ટ્રક્ચરની સ્થિતિ ખૂબ જ ખરાબ થતા વિઠ્ઠલ મંદિરના પુજારી હરિ ઓમ વ્યાસની મુહીમ આખરે રંગ લાવી છે. પહેલા રાજકારણીઓ અને હવે આ માંડવી ગેટની ચિંતા રાજવી પરિવારે કરી આજે રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડે માંડવી દરવાજાની મુલાકાત લીધી હતી. માંડવી ગેટની પરિસ્થિતિ જોવા માટે આવ્યા છીએ
આ અંગે મહારાણી રાધિકા રાજે ગાયકવાડે જણાવ્યું હતું કે, હાલમાં અમે માંડવી ગેટની પરિસ્થિતિ જોવા માટે આવ્યા છીએ. હાલમાં તેની જ ચર્ચા ચાલે છે કે, હવે એને કઈ રીતે સાચવી અને રિપેર કરી શકાય તેના માટે હાલમાં હેરિટેજ ટ્રસ્ટ પણ કામ કરી રહ્યું છે, અહીંયા એક્સપર્ટને પણ બોલાવવામાં આવે છે અને તેઓ શું કહે છે તે બાબતે કોર્પોરેશન સાથે ચર્ચા કરવામાં આવશે અને આશા છે કે આનું રિપેરિંગ થશે. રિપોર્ટ તૈયાર કરી VMC સાથે કોન્ટેક્ટ કરીશું
વધુમાં કહ્યું કે, અમે આગ્રહ કરી હકીએ છીએ કે, હેરિટેજ માટે અમે સહયોગ આપીએ છીએ કે વડોદરાના નાગરિકો માટે આ રીતે ધરોહરને સાચવવાના પ્રયાસો કરતા રહીશું. આમાં વિવાદ જેવું કઈ નથી. તમારે આ હેરિટેજને બચાવવા પ્રયાસ કરવા જોઈએ. મને લાગે છે કે નાગરિકો, પ્રેસને અને એડમિનિસ્ટ્રેશન અને બધાએ એલર્ટ રહી બધાએ આ ધરોહરને બચાવવી જોઈએ. વરસાદ પહેલા આને સ્ટેબીલાઈઝ કરી દેવી જોઈએ નહીં તો વરસાદમાં વધુ ડેમેજ થશે. એમાં રિપોર્ટ તૈયાર થશે બાદમાં VMCને કોન્ટેક્ટ કરીને મળીશું. આપણે બધાએ મળીને સાથે કામ કરવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments