back to top
Homeમનોરંજન'મારું મંદિર છે' તેવા ઉર્વશીના દાવા બાદ વિવાદ:ટ્રોલ થયા પછી ટીમની સ્પષ્ટતા,...

‘મારું મંદિર છે’ તેવા ઉર્વશીના દાવા બાદ વિવાદ:ટ્રોલ થયા પછી ટીમની સ્પષ્ટતા, ‘એક્ટ્રેસે કહ્યું હતું કે તેના નામનું મંદિર છે, તેનું મંદિર છે તેમ નહીં’

ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે, ‘ઉત્તરાખંડમાં બદ્રીનાથ મંદિર પાસે તેનું એક મંદિર છે.’ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું મંદિરમાં તેની પૂજા થાય છે, ત્યારે તેણે કહ્યું કે, ‘દેખીતી રીતે મંદિરમાં તેની પૂજા થાય છે’. ઉર્વશીના આ દાવા બાદ હવે વિવાદ શરૂ થઈ ગયો છે. પૂજારીઓથી લઈને સામાન્ય નાગરિકો તેની આકરી ટીકા કરી રહ્યાં છે. તે દરમિયાન એક્ટ્રેસની ટીમે સત્તાવાર નિવેદન જાહેર કરીને આ બાબતે સ્પષ્ટતા કરી છે. ઉર્વશી રૌતેલાની ટીમ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે- ઉર્વશીએ કહ્યું કે, ઉત્તરાખંડમાં મારા નામનું એક મંદિર છે, એવું નહીં કે તે ઉર્વશીનું મંદિર છે. હવે લોકો વાતોને બરાબર સાંભળતા પણ નથી. ઉર્વશી કે મંદિર નામ સાંભળીને જ માની લે છે કે લોકો ઉર્વશીની પૂજા કરે છે. આ વીડિયો ધ્યાનથી સાંભળો અને પછી બોલો. ઉર્વશીએ કહ્યું હતું કે, ‘દિલ્હી યુનિવર્સિટીમાં તેની “દમદમી માઈ” તરીકે પૂજા થઈ હતી.’ આ અંગે એક ન્યૂઝ આર્ટિકલ પણ છે. ઉર્વશીના નિવેદન પર ભ્રમ ફેલાવનારાઓ સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ. કોઈની સામે પાયાવિહોણા આરોપો કે અપમાનજનક ટિપ્પણીઓ કરતા પહેલા હકીકતોની સારી રીતે તપાસ કરો. સમાજમાં દરેક વ્યક્તિએ એકબીજા સાથે આદર અને સમજણથી વર્તવું જોઈએ, જેથી દરેકના અધિકારોનું રક્ષણ થાય. ઉર્વશીએ કહ્યું હતું- ‘હું ઇચ્છું છું કે મારું મંદિર દક્ષિણમાં પણ બને’ ઉલ્લેખનીય છે કે, દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં ઉર્વશીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, ‘તે તેનું મંદિર છે’, એવું નહતું કહ્યું કે, તેના નામનું મંદિર છે. ઉપરાંત સિદ્ધાર્થ કાનનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં, તેણીએ એમ પણ કહ્યું હતું કે, તેણી ઇચ્છે છે કે, ઉત્તરાખંડ પછી હવે દક્ષિણમાં પણ તેનું મંદિર બને, કારણકે તે દક્ષિણમાં પણ કામ કરી રહી છે.’ જ્યારે એક્ટ્રેસને પૂછવામાં આવ્યું કે શું લોકો મંદિરમાં માથું નમાવે છે, તો એક્ટ્રેસે એ પણ કહ્યું હતું કે, ‘ સીધી વાત છે કે, જો મંદિર હોય તો લોકો પૂજા પણ કરે છે.’ બદ્રીનાથ ધામના પૂર્વ પૂજારીએ આપી ચેતવણી ઉર્વશીનું નિવેદન સામે આવ્યા બાદ, બદ્રીનાથ ધામના પૂર્વ પૂજારી ભુવન નૌટિયાલ ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું કે, ‘સ્થાનિક ભક્તો મા ઉર્વશી મંદિરમાં આવતા રહે છે. નવરાત્રિ નિમિત્તે મંદિરમાં ઘણા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. માતા ઉર્વશી મંદિર ભગવાન શિવ સાથે સંકળાયેલું માનવામાં આવે છે. પૂર્વ પૂજારીએ કહ્યું કે, ‘દેવીના મંદિરને કોઈના નામ સાથે જોડવું યોગ્ય નથી.’ ઉર્વશી રૌતેલાના દાવા પર બ્રહ્મ કપાલ તીર્થ પુરોહિત સમાજના પ્રમુખ અમિત સતીએ કહ્યું, ‘ઉર્વશીના નિવેદનથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ઉર્વશીએ પોતાના નિવેદન બદલ માફી માંગવી જોઈએ, નહીં તો પરિણામ માટે તૈયાર રહેવું જોઈએ. નોંધનીય છે કે, મા ઉર્વશી મંદિર ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના બામણી ગામમાં આવેલું છે. બામણી ગામ બદ્રીનાથ ધામથી લગભગ એક કિલોમીટર દૂર છે. બદ્રીનાથ ધામમાં આવતા મોટાભાગના ભક્તો આ મંદિરમાં પણ દર્શન કરવા આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments