ભાસ્કરની ‘ધર્મ પરિવર્તન’ની સિરીઝ બાદ તંત્ર હરકતમાં તાપી જિલ્લામાં ધર્મ પરિવર્તનની ઘટનાઓ પર ભાસ્કરે રજૂ કરેલા અહેવાલો બાદ તંત્ર એક્શનમાં.. તાપી જિલ્લા કલેક્ટરે શાળાઓમાં થઈ રહેલી ધાર્મિક પ્રાર્થનાઓ,સ્તુતિ ગીત અને પુસ્તક વાંચન પર પ્રતિબંધ મુકાવ્યો. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો હથિયારોના બોગસ લાઈસન્સ મામલે નવો ખુલાસો મણિપુર અને નાગાલેન્ડનાં બોગસ લાઇસન્સના આધારે હથિયાર ખરીદવાના કૌભાંડમાં નાગાલેન્ડના અધિકારીઓની સંડોવણીની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.ક્યારેય નાગાલેન્ડ ન ગયા હોય એવા લોકોના ત્યાંના એડ્રેસ પર લાઈસન્સ બની ગયા અને UNI નંબર પણ જનરેટ થઈ ગયા.. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો વક્ફ બોર્ડના ટ્રસ્ટી બની છેતરપીંડી આચરી અમદાવાદના જમાલપુરમાં વકફ બોર્ડના ટ્રસ્ટી બની છેતરપીંડી કરનાર પાંચ ઝડપાયા. બોર્ડની જમીન પર શાળા બનાવવાને બદલે પાંચ શખ્સો કરોડો રૂપિયાની મિલકત હડપ કરી ગયા અને ગેરકાયદેસર ભાડું વસૂલતા હતા.. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો એકસાથે ચાર અર્થીઓ ઉઠતા શોકમય માહોલ ગોંડલમાં એકસાથે ચાર લોકોની અંતિમયાત્રા નીકળી.. સરધાર પાસે કાર અકસ્માતમાં માતા-પુત્રી સહિત કુટુંબીજનો મોતને ભેટ્યા હતા. આજે તેમની અંતિમયાત્રામાં આખું વાતાવરણ શોકમય બની ગયું.. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળાની ધરપકડ ક્ષત્રિય સમાજના મહિલા નેતા પદ્મિનીબા વાળાની પોલીસે ગોંડલ હનીટ્રેપ મામલે ધરપકડ કરી છે..પદ્મિનીબાની સાથે તેમના પુત્ર અને અન્ય બેની પણ ધરપકડ કરાઈ છે. 60 વર્ષના વ્યક્તિને ધમકી આપી પૈસાની માગણી કરી હતી. આ કેસની મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ ફરાર છે. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો લિફ્ટમાં ફસાયેલા સાત લોકોનું સ્થાનિકોએ કર્યું રેસ્ક્યુ નરોડાના દેવાશિષ ફ્લેટની લિફ્ટ બગડી જતા બે બાળકો સહિત સાત લોકો ફસાઈ ગયા.. ચોથા માળેથી લિફ્ટ સીધી બેઝમેન્ટમાં ઉતરી ગઈ. સ્થાનિકોએ તમામ સાત લોકોનું રેસ્ક્યુ કર્યું.. ઘટનાના સીસીટીવી સામે આવ્યા આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો GPSC વર્ગ-1 અને વર્ગ-2 માટે લેવાઈ પરીક્ષા રાજ્યમાં આજે જીપીએસસીની વર્ગ 1 અને 2ની પરીક્ષા યોજાઈ. 21 જિલ્લાનાં 405 કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ. ઉમેદવારોને પેપર UPSCની પરીક્ષા જેવું અને લેન્ધી લાગ્યું.. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો શહેરમાંથી પકડાયું બાળમજૂરીનું રેકેટ સુરતમાંથી પકડાયું બાળમજૂરીના રેકેટનો પર્દાફાશ.રાજસ્થાનના અંતરિયાળ ગામમાંથી 7 વર્ષથી લઈ 17 વર્ષના સગીરોને ગોંધી રાખી બાળ મજૂરી કરાવવામાં આવતી..પોલીસે 3 બાળક અને 2 સગીરને મુક્ત કરાવ્યા.. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું આઈકોનિક બસપોર્ટનું લોકાર્પણ મોડાસાના આઈકોનિક બસપોર્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ..75 કરોડના ખર્ચે બનેલા બસપોર્ટથી એસટીના 662 રુટ કાર્યરત થશે…બસપોર્ટ સહિત સીએમે અરવલ્લીને 282 કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપી. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો ટ્રેનમાંથી ઉતારી યુવકને બેરહમીથી માર માર્યો સુરતમાં ફરી અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી.ત્રણ જેટલા યુવકોએ એક યુવકને ટ્રેનમાંથી ઉતારી બેરહમીપૂર્વક માર માર્યો અને વીડિયો બનાવી વાયરલ કર્યો. પોલીસે વીડિયોના આધારે એકની ધરપકડ કરી. આ સમાચારને વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો