સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના કારણે છેલ્લા કેટલાક સમય દરમિયાન રત્નકલાકારોના આપઘાતના બનાવો વધ્યા છે. એવામાં સુરતમાં ડાયમંડકીંગ તરીકે ઓળખાતા ગોવિંદ ધોળકિયાએ રત્નકલાકારોને વ્યાજે પૈસા લેવાથી દૂર રહેવા અપીલ કરી હતી. શ્રી રામ કૃષ્ણ એક્સપોર્ટના પરિવારોત્સવ કાર્યક્રમમાં ગોવિંદભાઈએ કહ્યું હતું કે, ત્રણ ટાઈમ ખાવાનું ન થાય તો એક ટાઈમ ખાવું પણ વ્યાજના રૂપિયા લેવા નહીં. સાથે ઉદાહરણ આપતા કહ્યું કે, આપઘાતના જે બનાવો બને છે તેમાં 50ટકા બનાવોમાં વ્યાજના રૂપિયા નહીં ચૂકવી શકવાનું હોય છે. SRKના પરિવારોત્સવ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, મોટીવેશનલ સ્પીકર જયા કિશોરી ઉપસ્થિત રહ્યા હતા. માંડવીયાએ પોતાના સંબોધન દરમિયાન કોરોનાકાળને યાદ કર્યો હતો. રત્નકલાકારોને વ્યાજના વિષચક્રથી દૂર રહેવા અપીલ
આ કાર્યક્રમમાં ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું હતું કે, ક્યારે પણ કંઈ પણ થઈ જાય પણ વ્યાજ ના રૂપિયા લેવા નહીં. વ્યાજના રૂપિયાથી કંઈ પણ કરવું નહીં. કદાચ ત્રણ ટાઈમ ખાવાનું ન મળે તો એક ટાઈમ ખાઈશું પણ વ્યાજના રૂપિયા નહીં લેવા જોઈએ. સુરતમાં હાલમાં મીડિયામાં આવતા ન્યુઝ માંથી 50% ન્યૂઝમાં જે લોકોએ વ્યાજે રૂપિયા લીધા હોય છે અને તે ન ચૂકવી શકતા આપઘાત કરી લે છે. તમારો નંબર આમાં ન આવે તે માટે આપણા કાઠીયાવાડમાં એક કહેવત છે ને કે જેટલી સોફાલ હોય તેટલી ન હોડ કરવી. SRKનો પરિવારોત્સવ કાર્યક્રમ યોજાયો
વર્તમાન સમયમાં લોકોમાં પરિવારની ભાવના ઓછી થતી જાય છે. ત્યારે લોકોમાં પરિવારની ભાવના જાગે અને લોકો પરિવાર વિશે સમજે તેવા હેતુથી રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાની SRK કંપની દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પરિવારોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમાજમાં સંયુક્ત પરિવારનું મહત્વ સમજાવવા આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કોરોનાનું ઉદાહરણ આપીને લોકોને પરિવારનું મહત્વ સમજાવ્યું હતું. સુરતમાં આર્થિક સંકડામણના કારણે 15 મહિનામાં 62 રત્નકલાકારોની આત્મહત્યા
સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી અને વેતનકાપના કારણે આર્થિક સંકડામમના કારણે 15 મહિનામાં 62 રત્નકલાકારોએ આત્મહત્યા કરી હતી. યુનિયનો દ્વારા થોડા સમય પહેલા જ રત્નકલાકારોના નામની યાદી સરકારને સોંપવામાં આવી હતી. જેઓના નામ નીચે મુજબ છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કોરોના કાળ યાદ કર્યો
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મનસુખ માંડવીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન ભારતે વિશ્વના દેશોને દવા આપી છે. તેમને અમેરિકાનું નામ લીધા વગર જ જણાવ્યું હતું કે દુનિયાની કન્ટ્રીના હેડ દ્વારા પીએમ મોદીને ફોન કરવામાં આવ્યો હતો. અમે ચાહતે તો કોરોનામાં દવાની કિંમત વધારી શકતા હતા પરંતુ મોદીએ દવાની કિંમત વધારવાની ના પાડી અને દવાનો એક પણ રૂપિયાનો વધારો કર્યા વગર જ લોકોની સેવા કરવાનો જ અમારો પર્યાય હતો. ભારતે કોરોનામાં 150 કરતાં વધારે દેશોને એક પણ રૂપિયાનો ભાવ વધારો કર્યા વગર દવા આપી છે. કોરોનામાં ડોમેસ્ટિક ફ્લાઈટ ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ હતી પરંતુ ભારતમાં અન્ય દેશોની ફ્લાઈટ દવા લેવા માટે આવતી હતી. કોરોનાના શરૂઆતના જ દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, થાળી વગાડો અને દીપક જલાવો કેટલાક લોકો આનો વિરોધ કરતા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, થાળી વગાડવાથી કોરોના ન જાય પરંતુ કોરોનામાં ડોક્ટરો અને નર્સનો ઉત્સાહ વધારવા તેમનો સન્માન કરવા થાળી વગાડવામાં આવી હતી. આપણા ડોક્ટર તેમજ નર્સને સન્માનિત કરવા માટે આપણે થાળી વગાડી દેશમાં સેવા ભાવ પરિવાર ભાવ છે તે મોદીએ લોકોને સમજાવ્યું. સેવા અને કર્મ થાળી અને તાળીમાં થયું. કોરોનાના સમયમાં બીજા દેશના વડા પૂછતા હતા કે તમારા દેશમાં ડોક્ટર નર્સ નોકરી પર આવે છે. મને આપણી એમ્બેસીના વડાએ કહ્યું કે આ પ્રકારે કેમ પૂછાઇ રહ્યું છે. ત્યારે ખબર પડી કે બીજા દેશોમાં કોરોનાના સમયે ડોક્ટર અને નર્સ સેવા કરવા દવાખાને આવતા જ ન હતા. બીજા દેશોમાં ડોક્ટર અને નર્સો પોતાનો જીવ તેમને વહાલો લાગતો હતો. કોરોનામાં વિદેશની હોસ્પિટલો બંધ થઈ હતી અને આપણા દેશમાં થાળી દીવો અને તાળીઓના કારણે ડોક્ટર અને નર્સ તેમજ પેરામેડિકલ સ્ટાફનું સન્માન કરતા. તેમને સેવાની હિંમત જાગી હતી અને તેઓ પોતાના જીવની પરવા કર્યા વગર રાત દિવસ મહેનત કરતા હતા. મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, 4 એપ્રિલ દેશમાં લોકડાઉન લાગ્યા બાદ હું રૂપાલાના ઘરે ગયો હતો ત્યારબાદ 8 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો અને દેશમાં દવાની સ્થિતિ શું છે એવું તેમને મને જણાવ્યું. આ ઉપરાંત હાઇડ્રોક્સી કોરોસીન અને એ જીથરોમાઈસીન ની દવા કેટલી ઉપલબ્ધ છે તે બાબતે મને જણાવ્યું. આ દવાનો જથ્થો વધારવા માટે મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું અને તમામ ફાર્મા કંપનીઓને લોકડાઉન પાસ પ્રોવાઇડ કરવા પણ જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત દવાનો જથ્થો વધારવા અને અન્ય દેશોમાં આ દવા પહોંચાડવાનો પણ પ્રયાસ કરવા જણાવવામાં આવ્યું હતું. એટલે આપણે કોરોનાના સમયમાં આખી દુનિયાની સેવા કરવાની છે તેવું મને જણાવ્યું અને એક પણ રૂપિયો વધારાનો લેવાનો નથી તેવું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને જણાવ્યું હતું. જો આ સમયે ભારતે ધાર્યું હોત તો અન્ય દેશો પાસેથી દવાની ઊંચી કિંમત આપણે વસૂલ કરી શકતા હોત પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે એક પણ દેશ પાસેથી વધારે રૂપિયા લેવાની ના પાડી હતી.