2012માં કોલકાતા ટીમના માલિક શાહરૂખ ખાન પર વાનખેડે સ્ટેડિયમે 5 વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. તેનું કારણ એક મેચ દરમિયાન શાહરૂખનું વર્તન હતું. વાસ્તવમાં, કોલકાતા અને મુંબઈ વચ્ચેની મેચ બાદ શાહરૂખ તેની પુત્રી સાથે મેદાન પર આવી રહ્યો હતો. આ દરમિયાન તેની ગાર્ડ અને ઓફિસરો સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો. જ્યારે શાહરૂખની કહાની અલગ હતી. તેણે કહ્યું કે ગાર્ડે બાળકો સાથે ગેરવર્તણૂક કરી અને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. 2016માં પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. પરંતુ આ ઘટનાની ખૂબ ચર્ચા થઈ હતી. વીડિયોમાં જુઓ વાનખેડે ખાતે શાહરૂખ પર લાગેલા પ્રતિબંધની કહાની.