back to top
Homeમનોરંજન'આપણો સમાજ પાછળ રહી ગયો':'ફુલે' વિવાદ પર ડિરેક્ટર અનંત મહાદેવને મૌન તોડ્યું,...

‘આપણો સમાજ પાછળ રહી ગયો’:’ફુલે’ વિવાદ પર ડિરેક્ટર અનંત મહાદેવને મૌન તોડ્યું, કહ્યું- મારી ફિલ્મમાં ઇતિહાસને વધારી-ઘટાડીને નથી બતાવતો

‘ફુલે’ પર ફુલ ઓન વિવાદ ચાલી રહ્યો છે. ટ્રેલર રિલીઝ થયા પછી, બ્રાહ્મણ સમુદાયે ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ સેન્સર બોર્ડની ફિલ્મ પર કાતર ફરી હતી. હવે વિવાદ વચ્ચે, ડિરેક્ટર અનંત મહાદેવને સમાજ પર નિશાન સાધ્યું છે. અનંત મહાદેવને સમાજને ઇમેચ્યોર ગણાવ્યો
અનંત મહાદેવને ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની મુલાકાતમાં આ ફિલ્મ વિશે વાત કરી. અનંતને પૂછવામાં આવ્યું કે- લોકોએ આખી ફિલ્મ જોયા પહેલા જ ફિલ્મ વિશે અભિપ્રાય બનાવી લીધો છે, શું તેમને લાગે છે કે આ મુદ્દાનો કોઈ ઉકેલ હોઈ શકે છે? ડિરેક્ટરે કહ્યું, મને નથી લાગતું. વર્ષો જતાં રહેશે તો પણ આ પ્રશ્નનો કોઈ ઉકેલ આવી શકશે નહીં, કારણ કે આપણે એક ઇમેચ્યોર સમાજ છીએ. આ કોઈ ઉશ્કેરણીને કારણે અથવા કોઈ અન્ય કારણોસર સામે આવે છે, પરંતુ એવું લાગે છે કે આપણે કોઈ પ્રગતિ કરી નથી. હકીકતમાં, જ્યોતિબા અને સાવિત્રીબાઈએ મહિલા શિક્ષણ અને સ્વતંત્રતા જેવી ઘણી બાબતો માટે લડ્યા હતા, જે ઈતિહાસમાં લખાયેલું છે. હકીકત સામે હોવા છતાં દેખાતી નથી. આપણો સમાજ ઘણી રીતે પાછળ રહી ગયો. CBFCની માંગ પર ડિરેક્ટરે ખુશી વ્યક્ત કરી
CBFCએ ફિલ્મમાં અનેક સીન હટાવવાની માંગણી કરી હતી. આ વિશે વાત કરતાં અનંત મહાદેવને કહ્યું કે- તે CBFCની માંગણીઓથી ખુશ છે. આ એટલો મોટો મામલો નહોતો કે તેને સાચું કે ખોટું કહી શકાય. અનંતે એ વાત પર પણ ભાર મૂક્યો કે એક ફિલ્મ નિર્માતા તરીકે તેને તેના કામમાં ફેરફાર થાય તે ગમતું નથી. મને સમજાતું નથી કે લોકો કેવી પ્રતિક્રિયા આપશે તે અંગે આપણે આટલા ગભરાઈએ છીએ. મારી ફિલ્મમાં ઇતિહાસને વધારી-ઘટાડીને નથી બતાવતો. ‘ટ્રેલર જોઈને ફિલ્મ નક્કી ન કરી લો…’
ફિલ્મ ‘ફુલે’ આ વર્ષની સૌથી મહત્ત્વપૂર્ણ ફિલ્મોમાંની એક માનવામાં આવતી હતી, જોકે જ્યારથી ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી એના પર દર્શકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. વિવાદ બાદ ફિલ્મની રિલીઝ મુલતવી રાખવામાં આવી હતી અને અમુક સીનને હટાવવાનો સેન્સર બોર્ડે આદેશ કર્યો હતો. 11 એપ્રિલે ફિલ્મ રિલીઝ ન થવા પર એક્ટર પ્રતીક ગાંધી (ફિલ્મમાં જ્યોતિબા ફુલેની ભૂમિકા ભજવી છે)એ નિરાશા વ્યક્ત કરી હતી. એક્ટરે કહ્યું હતું કે હું ક્યાંક શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે મને ખબર પડી કે ફિલ્મ મુલતવી રાખવામાં આવી છે. આ સાંભળીને મને દુઃખ થયું, કારણ કે આ એક ખાસ તારીખ હતી – ફુલેજીની 197મી જન્મજયંતી હતી. જો ફિલ્મ એ દિવસે રિલીઝ થઈ હોત, તો એ તારીખ ઇતિહાસ બની ગઈ હોત. આગળ વિવાદ પર તેમણે કહ્યું, કેટલાક લોકોએ ટ્રેલર સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ હું તેમને વિનંતી કરું છું કે આખી ફિલ્મ જોયા પછી જ અભિપ્રાય બનાવો. ટ્રેલરમાં જોવા મળતી બાબતો સંદર્ભની બહાર લઈ જતી હોય છે. ફિલ્મમાંથી ઘણા શબ્દો કાઢી નાખવામાં આવ્યા હતા
સેન્સર બોર્ડે નિર્માતાઓને ફિલ્મમાં ઘણા ફેરફારો કરવા કહ્યું હતું. ફિલ્મમાંથી ‘માંગ’, ‘મહાર’, ‘પેશવાઈ’ જેવા શબ્દો કાઢી નાખવામાં આવ્યા હતા. ઉપરાંત, ‘3000 વર્ષ જૂની ગુલામી’ સંવાદને ‘ઘણા વર્ષો જૂની ગુલામી’માં બદલી નાખવામાં આવ્યો. આ ફિલ્મનું ડિરેક્ટર અનંત મહાદેવન દ્વારા કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments