‘જબ વી મેટ’ બોલિવૂડની સૌથી લોકપ્રિય રોમેન્ટિક ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ માત્ર હિટ જ નહોતી, પરંતુ શાહિદ કપૂર અને કરીના કપૂર વચ્ચેની કેમિસ્ટ્રી અને ઇમ્તિયાઝ અલીનું ડિરેક્શન આજે પણ દર્શકોમાં લોકપ્રિય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, આ ફિલ્મ બોબી દેઓલની મહેનતથી શરૂ થઈ હતી. તાજેતરમાં એક વાતચીત દરમિયાન, બોબીએ કહ્યું કે, “આ એ જ ફિલ્મ છે, જે તેણે પોતે બનાવવાનો પ્રયાસ કર્યો હતો.” વાર્તા લખવાથી લઈને નિર્માતા શોધવા સુધી, તેણે શક્ય તેટલા બધા પ્રયાસો કર્યા. પરંતુ જ્યારે ફિલ્મ બની, ત્યારે તે તેમાં નહોતો. ‘સોચા ના થા’ ફિલ્મ જોઈ અને ઇમ્તિયાઝ અલીને ફોન કર્યો બોબીએ કહ્યું, “મેં પહેલી વાર ‘સોચા ના થા’ ફિલ્મના રશ પ્રિન્ટમાં ઇમ્તિયાઝનું કામ જોયું. તેમાં અભય દેઓલ હતો. મને ખૂબ ગમ્યું, મેં કહ્યું કે, તમે મારા માટે વાર્તા લખો અને તેમણે લખેલી વાર્તા પાછળથી ‘જબ વી મેટ’ બની.” પોતે પ્રોડ્યૂસરને લાવ્યો, કરીના સાથે વાત કરી છતાં ફિલ્મ હાથમાંથી સરકી ગઈ બોબીએ આગળ કહ્યું, “મેં આ ફિલ્મ બનાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા. ઘણા લોકો સાથે વાત કરી, કરીના સાથે પણ. તેણે પહેલા ના પાડી દીધી હતી. પછી મેં પ્રીટિ ઝિન્ટા સાથે વાત કરી, તેણે પણ ના પાડી. પછી કરીના સંમત થઈ ગઈ. મેં શ્રી અષ્ટવિનાયક (ફિલ્મ પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યૂશન કંપની) સાથે વાત કરી, મેં કહ્યું કે આ છોકરો (ઇમ્તિયાઝ) ખૂબ સારો છે, તેની સાથે એક ફિલ્મ બનાવો. પણ પછી મને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવ્યો.” “દિલ તૂટ્યું હતું પણ ઇમ્તિયાઝ પ્રત્યે કોઈ રોષ નથી” બોબીએ કહ્યું, “હું તે સમયે ખૂબ જ પરેશાન હતો. ઇન્ડસ્ટ્રીમાં આવું થાય છે પણ મને લાગે છે કે ઇમ્તિયાઝે જે કંઈ કર્યું, તેણે ફિલ્મ માટે યોગ્ય નિર્ણય લીધો હશે. મને તેના પ્રત્યે કોઈ રોષ નથી.”