જમ્મુ-કાશ્મીરમાં થયેલા ભૂસ્ખલનમાં ફસાયેલા ગુજરાતી નાગરિકોને મદદ માટે રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લીધાં છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જામનગરની મુલાકાત દરમિયાન આ માહિતી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાની જાણ થતાં જ જમ્મુ-કાશ્મીર સરકાર સાથે સીધો સંપર્ક કર્યો હતો. તેમણે ફસાયેલા ગુજરાતીઓને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. મુખ્યમંત્રીએ ઘટનાસ્થળના કલેકટર અને પોલીસ અધિક્ષક સાથે પણ વાત કરી છે. તેમણે ગુજરાતી નાગરિકો માટે રહેવા-જમવાની યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના આપી છે. રાજ્ય સરકાર જમ્મુ-કાશ્મીર સરકાર સાથે સતત સંપર્કમાં છે. સરકાર ફસાયેલા તમામ ગુજરાતીઓને સુરક્ષિત રીતે પરત લાવવા માટે સક્રિય પ્રયાસો કરી રહી છે.