અમદાવાદ જિલ્લાઆ સાણંદ તાલુકાના ચાંગોદરમાં કેસર સિટી વિસ્તારમાં એક કરુણ અકસ્માત સર્જાયો છે. જયેશભાઈ તેમના ભાણા સાથે ચોથા માળે હતા. અચાનક બંને નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં જયેશભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ગંભીર ઈજાગ્રસ્ત ભાણાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ દુःખદ ઘટના જોઈને જયેશભાઈની માતા અને બહેન આઘાતમાં સરી ગયા હતા. બંનેને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ જયેશભાઈનો ભાણો, તેમની માતા અને બહેન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.