ગુજરાત યુનિવર્સિટીને NACCમાં A+ ગ્રેડ મળ્યો છે. જેને પગલે યુનિવર્સિટી દ્વારા કર્મચારીથી લઈને અધિકારીઓને પગાર ઉપરાંત વધારાના રૂ.10,000થી લઈ 5 લાખ રૂપિયા સુધીની રકમ આપી છે. આમ યુનિવર્સિટી દ્વારા કુલ રૂ.45 લાખની રેવડી બાંટવામાં આવી છે. જેને લઈને NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.યુનિવર્સિટીના પૈસા પરત લેવામાં ન આવે તો 48 કલાક બાદ કુલપતિના ઘરનો ઘેરાવ કરવાની ચીમકી આપી છે. મને ખુરશી વ્હાલી નથી,સરકારે નિમણૂંક કરી એટલે છું: રજિસ્ટ્રાર
આ મામલે NSUI દ્વારા રજિસ્ટ્રારની કચેરીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. ઇન્ચાર્જ રજિસ્ટ્રાર પરેશ પ્રજાપતિને ઉગ્ર રજૂઆત કરતા રજિસ્ટ્રારે NSUIના કાર્યકરોને કહ્યું કે મને ખુરશી વ્હાલી નથી,સરકારે નિમણૂંક કરી એટલે છું. ઈન્ચાર્જ રજિસ્ટ્રાર પરેશ પ્રજાપતિએ જણાવ્યું હતુંકે NSUIની રજૂઆત લેવામાં આવી છે.આ રજૂઆત સત્તા મંડળ સામે મૂકવામાં આવશે.મારી નિમણૂંક અગાઉ પૈસા આપવામાં આવ્યા છે. જેથી તે તપાસ કરવી પડશે. ફીમાંથી કર્મચારી-અધિકારીઓને 45 લાખ આપ્યા: NSUI
NSUIના નેતા વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ફીના પૈસામાંથી કર્મચારીઓ અને અધિકારીઓને 45 લાખ આપવામાં આવ્યા છે.આ તમામ પૈસા યુનિવર્સિટીના ખાતામાં પરત લેવામાં આવે નહીં તો આગામી 48 કલાક બાદ કુલપતિના ઘરનો ઘેરાવ કરવામાં આવશે અને રાજ્યપાલ સુધી આંદોલન કરવામાં આવશે. ફેબ્રુઆરીમાં 1800થી લઈ 5500 સુધી ફી વધારી, વિરોધ બાદ નિર્ણય બદલ્યો
આ પહેલા યુનિવર્સિટી દ્વારા 20 ફેબ્રુઆરીએ મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લઈ 5500 સુધીનો ફી વધારો કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીકોમથી લઈને Ph.D સુધીના કોર્સમાં સેમેસ્ટર દીઠ 1,850 રૂપિયાથી લઈને 5,500 સુધીનો ફી વધારો કરવામાં આવ્યો હતો. જેને લઇને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI અને ABVP દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કુલપતિના બંગલા સુધીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. અલગ અલગ વિરોધ પ્રદર્શન બાદ ગુજરાત યુનિવર્સિટીએ એક પરિપત્ર કરીને સ્પષ્ટતા કરવી પડી કે, માત્ર ચાર વર્ષના કોમર્સ અને આર્ટસમાં જ ફી વધારાનો અમલ થશે, ત્રણ વર્ષના કોર્સમાં કોઈ જ વધારો નહીં થાય.(વાંચો સંપૂર્ણ અહેવાલ)