back to top
Homeબિઝનેસઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- સોમવારે શેરબજારમાં ઉછાળો જોવાયો:નિફટી ફ્યુચર 24373 પોઈન્ટ અતિ મહત્વની સપાટી

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- સોમવારે શેરબજારમાં ઉછાળો જોવાયો:નિફટી ફ્યુચર 24373 પોઈન્ટ અતિ મહત્વની સપાટી

અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ થકી દેશ-દુનિયામાં સંપૂર્ણ દ્વીપક્ષી વેપાર સંધિઓમાં દેશોને ફેરફાર કરવા મજબૂર કરી દીધા બાદ હવે આ ટ્રેડ વોર વાસ્તવમાં ખાસ ચીનની નીતિને અંકુશમાં લેવા અને વિશ્વ મહાસત્તા તરીકે અમેરિકા માટે વધુ જોખમી ન બને એ દિશામાં ફંટાઈ જઈ હવે અમેરિકા વિરૂધ્ધ ચાઈનાના યુદ્વમાં પરિણમ્યુ હોવાથી એડવાન્ટેજ ભારત બનતા આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. વિદેશી રોકાણકારોનું કમબેક અને આઈસીઆઈસીઆઈ બેન્ક અને એચડીએફસી બેન્કના ત્રિમાસિક પરિણામોની સકારાત્મક અસર સાથે બેન્કિંગ-ફાઈનાન્સ શેરોમાં આકર્ષક તેજીના કારણે અંદાજીત ત્રણ મહિના બાદ બીએસઈ સેન્સેક્સ 79000 પોઈન્ટનું અને નિફ્ટી ફ્યુચર 24000 પોઈન્ટનું અત્યંત મહત્ત્વનું લેવલ પરત મેળવવામાં સફળ રહ્યા હતા. એક તરફ વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ નબળો પડતાં તેમજ આર્થિક મંદીની ભીતિ વચ્ચે એફઆઈઆઈએ ભારતીય શેરબજારમાં કમબેક કર્યું અને બીજી તરફ સ્થાનિક સ્તરે જીડીપી ગ્રોથ મજબૂત રહેવાના સંકેતો તેમજ ભારત-અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે સમાધાન અને વેપાર કરારો થવાની સંભાવનાને કારણે શેરબજાર પર સકારાત્મક અસર જોવા મળી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 7.06 લાખ કરોડ વધીને 426.12 લાખ કરોડ રહ્યું હતું. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 2.20% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.67% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4247 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1168 અને વધનારની સંખ્યા 2918 રહી હતી, 161 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 6 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 10 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં અદાણી પોર્ટ 1.32%, હિન્દુસ્તાન યુનીલીવર 1.04%, આઈટીસી લિ. 1.04%, એશિયન પેઈન્ટ 0.99%, નેસ્લે ઇન્ડિયા 0.37%, ભારતી એરટેલ 0.30% અને સન ફાર્મા 0.29% ઘટ્યા હતા, જયારે ટેક મહિન્દ્ર 4.91%, ઇન્ડસઇન્ડ બેન્ક 4.24%, પાવરગ્રીડ કોર્પોરેશન 3.61%, બજાજ ફિનસર્વ 3.51%, મહિન્દ્રા મહિન્દ્રા 3.28%, એચસીએલ ટેકનોલોજી 2.92%, એકસિસ બેન્ક 2.62%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 2.45% અને કોટક બેન્ક 2.38% વધ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ ⦁ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24135 ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24303 પોઈન્ટના પ્રથમ અને 24373 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 24088 પોઈન્ટ થી 24008 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 24373 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!! બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 55293 ) :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 54880 પોઈન્ટ પ્રથમ અને 54808 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 55373 પોઈન્ટ થી 55404 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 55474 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
⦁ ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
⦁ ટાટા કોમ્યુનિકેશન્સ ( 1574 ) :- ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1544 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1530 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1588 થી રૂ.1600 નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1609 ઉપર તેજી તરફી ધ્યાન…!!
⦁ આઈસીઆઈસીઆઈ બેન્ક ( 1409 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1383 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1370 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1424 થી રૂ.1430 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
⦁ ઈન્ફોસિસ લિ. ( 1449 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1477 આસપાસ વેચવાલી થકી રૂ.1427 થી રૂ.1414 ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1490 નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
⦁ વોલ્ટાસ લિ. ( 1319 ) :- રૂ.1343 આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1350 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1297 થી રૂ.1280 નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1364 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!! બજારની ભાવિ દિશા…
મિત્રો, ભારતની અર્થવ્યવસ્થા સંભવિત વૈશ્વિક મંદીનો સામનો કરવા માટે વધુ સક્ષમ માનવામાં આવે છે, જ્યારે ઘણા દેશો યુએસ ટેરિફથી વધુ સીધી રીતે પ્રભાવિત થાય છે. અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર યુદ્ધ વચ્ચે, ભારતને હવે વૈકલ્પિક ઉત્પાદન કેન્દ્ર તરીકે જોવામાં આવી રહ્યું છે. જ્યારે ચીન યુએસ ટેરિફના જવાબમાં આક્રમક વલણ અપનાવી રહ્યું છે, ત્યારે ભારતે શાંત વલણ અપનાવ્યું છે અને યુએસ સાથે કામચલાઉ વેપાર કરાર પર પહોંચવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા બે ક્વાર્ટરમાં ભારતીય શેરબજારમાં લગભગ 10%નો ઘટાડો જોવા મળ્યો હતો. આનું કારણ આર્થિક વૃદ્ધિ, શેરના ઊંચા મૂલ્યાંકન અને વિદેશી રોકાણકારો દ્વારા ભારે વેચાણ અંગેની ચિંતા હતી. આ વર્ષે અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ 16 બિલિયન ડોલરથી વધુ ભારતીય ઇક્વિટી વેચી છે, જ્યારે 2022માં આ આંકડો 17 બિલિયન ડોલર હતો, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે. જોકે, હવે બજારમાં થોડી રાહત જોવા મળી રહી છે કારણ કે શેરના ભાવ તુલનાત્મક રીતે સસ્તા થયા છે, અને એવી અપેક્ષા છે કે રિઝર્વ બેંક વ્યાજ દર ઘટાડીને અર્થતંત્રને ટેકો આપશે. ઉપરાંત, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાથી રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે. જો કે ભારત યુએસ ટેરિફથી સંપૂર્ણપણે સુરક્ષિત નથી, પરંતુ તેની સીધી અસર અન્ય દેશોની તુલનામાં ઘણી ઓછી છે. ભારતની અમેરિકા પર નિર્ભરતા ઓછી છે, ખાસ કરીને માલની નિકાસમાં. જો ક્રૂડ ઓઈલના ભાવ નીચા રહેશે, તો અગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં તેજી તરફી રુખ જોવા મળી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments