back to top
Homeગુજરાતઆપણે ફેંકી દીધેલું પ્લાસ્ટિક ખાઈને રોજ 100 ગાયો મરે છે:એક મૃત ગાયના...

આપણે ફેંકી દીધેલું પ્લાસ્ટિક ખાઈને રોજ 100 ગાયો મરે છે:એક મૃત ગાયના પેટમાંથી 60થી 70 કિલો પ્લાસ્ટિક નીકળે છે

પ્રવીણ સોલંકી
સુરેન્દ્રનગર જિલ્લામાં રોજ અંદાજે 150થી વધુ ગોવંશનાં મૃત્યુ થાય છે, તેમાંથી 100થી વધુ ગોવંશના મૃત્યુનું કારણ આપણે ફેંકી દીધેલું પ્લાસ્ટિક છે. આપણે ઝબલું, પ્લાસ્ટિકની ચમચી, સ્ટ્રો વગેરે ફેંકી દઈએ છીએ, એ ખોરાકની શોધમાં ભટકતાં ગોવંશ ખાઈ જાય છે. પ્લાસ્ટિક પચતું નથી હોતું એટલે પેટ અને હોજરીમાં જમા થતું જાય છે અને તેનો ગોળો બની જાય છે. પછી 2થી 3 વર્ષમાં ગોવંશ તરફડીને મરી જાય છે. એક મૃત ગાયના પેટમાંથી સરેરાશ 60થી 70 કિલો પ્લાસ્ટિક નીકળે છે. ગત વર્ષે પ્લાસ્ટિકને કારણે 80 ગોવંશ મરતાં હતાં જેમાં 20 ટકાનો વધારો થયો છે. પ્લાસ્ટિક સિવાય આ બધું પણ ગાયના પેટમાંથી નીકળે છે
કાચ, ઝાંઝરી, પૂઠાંમાં રહેલી સ્ટેપ્લરની પિન, સ્ટીલની ચમચીઓ, લોખંડની ખિલ્લીઓ ફેંકી દેવાયેલા પ્લાસ્ટિકને કારણે ગાય અને ગોવંશનાં મૃત્યુ થાય છે, એવી 2014માં મને ખબર પડી. મને દુ:ખ થયું એટલે મેં લોકોમાં જાગૃતિ આવે એ માટે અભિયાન શરૂ કર્યું. લોકો પ્લાસ્ટિકની વસ્તુઓ ન ફેંકે એ માટે લોકોને જાગ્રત કરવા માટે મેં પ્રદર્શનો શરૂ કર્યાં. લોખંડની મોટી ગાય બનાવડાવી. તેમાં પેટનો ભાગ ખુલ્લો રાખ્યો અને ત્યાં ગાયના પેટમાંથી નીકળેલો પ્લાસ્ટિકનો જથ્થો ભરી લોકો સામે રજૂ કરી. – નટુભાઈ પરમાર, ગૌતમ બુદ્ધ ગૌસેવા આશ્રમ, સુરેન્દ્રનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments