back to top
Homeગુજરાતઆજથી ગરમી ફરી ભુક્કા કાઢશે:તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી, સુરતમાં...

આજથી ગરમી ફરી ભુક્કા કાઢશે:તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી, સુરતમાં ગ્રાહકોને ગરમીમાં રાહત આપવા પાનવાળાએ જુગાડ કર્યો

રાજ્યમાં બે દિવસ ગરમીમાં આંશિક રહ્યા બાદ આજથી ફરી તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી ઊંચકાવાની આગાહી કરવામાં આવી છે. આજે રાજકોટ અને ભુજમાં 43 ડિગ્રી તો અમદાવાદમાં 41 ડિગ્રીએ ગરમીનો પારો પહોંચવાની શક્યતા છે. આજે વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાનની આગાહી ત્રણ દિવસ આકરી ગરમીનો અનુભવ થશે
ગુજરાતીઓ હવે ફરી ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો. હવામાન વિભાગે આવનારા 3 દિવસ સુધી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે. જ્યારે આવનારા 3 દિવસમાં દરિયાકાંઠાવાળા વિસ્તારમાં ગરમ અને ભેજવાળા વાતાવરણની શક્યતા છે. 25 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી જેટલું રહેશે. 21 એપ્રિલે વિવિધ શહેરોમાં નોંધાયેલું મહત્તમ તાપમાન સુરતમાં પાનની દુકાને ગ્રાહકોને ઠંડક આપવાનો પ્રયાસ઼
સુરત શહેરમાં તાપમાન દિવસે દિવસે વધતું જાય છે, જેને કારણે લોકો ગરમીથી બેહાલ થઇ રહ્યા છે. એવામાં ઉધના વિસ્તારમાં આવેલી એક પાનની દુકાન આજકાલ લોકો માટે ગરમીમાંથી રાહત આપતું સ્થળ બની ગઈ છે.દુકાનદારે ગરમીથી બચવા માટે એક અનોખો અને અસરકારક જુગાડ કર્યો છે. દુકાનની બહાર પાઇપ લગાડી, તેમાં અલગ અલગ જગ્યાએ નાના ફુવારા લગાવ્યા છે, જ્યાંથી સતત ઠંડું પાણી છાંટાય છે.આ ફુવારા દ્વારા દુકાન પાસે થોડી ઠંડક છવાય છે, જેને કારણે દુકાન પર આવતા ગ્રાહકો આરામથી 10 થી 15 મિનિટ સુધી ઊભા રહી શકે છે. ફુવારાની ઠંડકથી દુકાનદારને પણ રાહત મળે છે. દુકાનના માલિક સાદીકભાઈએ જણાવ્યું હતું કે, “મને પણ ગરમીમાં ઘણી તકલીફ થતી હતી., એટલે મેં આ જુગાડ કર્યો. હવે મારા જેવી સમસ્યાવાળા ગ્રાહકોને પણ આરામ મળે છે. લોકો થોડો સમય ઊભા રહે છે, વાત કરે છે, અને પાન પણ શાંતિથી ખાય છે. સુરેન્દ્રનગરમાં ગરમીના પગલે કચેરીઓના સમયમાં ફેરફાર
સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમનનો પારો 42 સે.થી 44 સે. પહોંચી રહ્યો છે. આગામી દિવસોમાં હીટવેવની ચેતવણી આપવામાં આવેલ છે. હીટવેવથી થતી વિપરીત અસરો નિવારી શકાય તે માટે જરૂરી પગલાં લેવાના ભાગરૂપે કલેકટર કચેરી તથા તાલુકાનાં તમામ જનસેવા કેન્દ્રો તેમજ તાલુકાના તમામ ઇ-ધરા કેન્દ્રો, આધારકેન્દ્રો તેમજ બેન્ક અને પોસ્ટઓફિસનાં તમામ આધારકેન્દ્રો ખાતે જાહેર જનતા વિષયક કામગીરી સબંધે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ જિલ્લાના જનસેવા કેન્દ્રમાં હાલનો સમય સવારના 10.30 થી 6.10ના બદલે સવારના 9 થી 1 તથા બપોર બાદ 4 થી 6 સુધી નકકી કરવામાં આવ્યો છે. સદરહુ સમયની અમલવારી તા.21/4/2025થી તા. 15/6/2025 સુધી કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments