સુરત ગ્રામ્ય પોલીસે નાર્કોટિક્સની હેરાફેરી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે મુંબઈથી અમદાવાદ જતી એક ટ્રકને વલથાણ ગામ પાસે રોકી તપાસ કરી હતી. એલસીબી, એસઓજી અને પેરોલ ફર્લો સ્ક્વોડની સંયુક્ત ટીમે ટાટા કંપનીની ટ્રક નંબર MH-40-CT-3471ને તપાસ માટે રોકી હતી. ટ્રકની કેબિનની પાછળના ભાગે બનાવવામાં આવેલા ખાસ ચોરખાનામાંથી 746.990 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકના ચાલક અને ક્લીનર બંનેની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ ઓરિસ્સાથી ગાંજો લાવી ગુજરાતમાં સપ્લાય કરતા હતા. તેમણે કબૂલ્યું કે આ પ્રકારે છેલ્લા ઘણા સમયથી ગાંજાની હેરાફેરી કરતા હતા. પોલીસે કુલ 90,01,870 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે પકડાયેલા અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કામરેજ પોલીસ સ્ટેશનને તપાસ સોંપી છે. ઝડપાયેલા આરોપીની વિગત વોન્ટેડ આરોપીની વિગત પોલીસે કુલ રૂ.90,01,870/- મુદામાલ કબ્જે કર્યો
1) વનસ્પતિજન્ય પદાર્થ ગાંજો કુલ. 746.990કિ.ગ્રા કુલ કિ.રૂ.74,69,990/- 2) ટાટા કંપનીની ટ્રક નંબર.MH-40-CT-3471 જેની કિં.રૂ.15,00,000/- ૩) બન્ને આરોપીઓના કબ્જામાથી મળેલ મોબાઇલ-2 કિ.રૂ.30,000/- 4) બજન્ને આરોપીઓના કબ્જામાથી મળેલ રોકડા રૂ.1880/- 5) ટ્રકના રજીસ્ટ્રેશન કાગળોની ઝેરોક્ષની ફાઈલ નંગ-1 6) આરોપી સંજય નબિન બિશ્વાલનુ ડ્રાઈવીંગ લાઈસંસ નંગ-1