અમેરિકી ઉપપ્રમુખની ભારત મુલાકાતની સાથે સાથે ભારતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ 23, એપ્રિલના વોશિંગ્ટનની મુલાકાત લઈ વેપાર સંધિને અંતિમ મૂકામે લઈ જવા વાટાઘાટ કરવાની તૈયારી અને બીજી તરફ ચાઈના પણ ભારતથી આયાત વધારવા તૈયાર હોવાના પોઝિટીવ ડેવલપમેન્ટે વિદેશી ફંડોની ભારતીય શેરબજારમાં અવિરત આક્રમક ખરીદી રહેતા આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકા-ભારત વચ્ચે એલ્યુમીનિયમ, ઓટો, સ્ટીલ સહિતમાં શૂન્ય ટેરિફની કોર્પોરેટ ઈન્ડિયાની પહેલ અને બીજી બાજુ વડાપ્રધાન મોદીની સાઉદી અરેબિયાની મુલાકાતથી પણ મોટી અપેક્ષાએ ફંડોની સતત ખરીદીએ આજે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક પડકારો અને ફેડ તથા ટ્રમ્પ વચ્ચેના વિવાદના કારણે ડોલર ઈન્ડેક્સ સતત તૂટી રહ્યો છે ત્યારે રૂપિયા મૂલ્યમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે ક્રૂડઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.81% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.82% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટિલિટીઝ, ટેક, પાવર, આઈટી, ફોકસ્ડ આઈટી, એનર્જી, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ અને સર્વિસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4130 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1504 અને વધનારની સંખ્યા 2477 રહી હતી, 149 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 6 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 4 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં આઈટીસી લિ. 2.58%, હિન્દુસ્તાન યુનીલીવર 2.09%, મહિન્દ્રા મહિન્દ્રા 1.78%, કોટક બેન્ક 1.11%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 0.72% અને સન ફાર્મા 0.54% વધ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક 4.88%, પાવરગ્રીડ કોર્પ. 2.30%, ઇન્ફોસિસ લિ. 1.93%, ભારતી એરટેલ 1.68%, બજાજ ફિનસર્વ 1.25% અને એનટીપીસી લિ. 1.10% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ ⦁ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24169 ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24008 પોઈન્ટના પ્રથમ અને 23880 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 24202 પોઈન્ટ થી 24272 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 24008 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
⦁ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 55576 ) :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 55373 પોઈન્ટ પ્રથમ અને 55202 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 55707 પોઈન્ટ થી 55737 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 55808 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
⦁ ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
⦁ ટેક મહિન્દ્રા ( 1373 ) :- મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1355 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1330 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1388 થી રૂ.1393 નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1400 ઉપર તેજી તરફી ધ્યાન…!!
⦁ વોલ્ટાસ લિ. ( 1350 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1333 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1317 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1367 થી રૂ.1380 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
⦁ ટાટા કોમ્યુનિકેશન્સ ( 1597 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.1633 આસપાસ વેચવાલી થકી રૂ.1580 થી રૂ.1565 ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1640 નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
⦁ એચસીએલ ટેક્નોલોજી ( 1476 ) :- રૂ.1494 આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1508 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1460 થી રૂ.1434 નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1520 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!! બજારની ભાવિ દિશા…
મિત્રો, અમેરિકાને ફરી સર્વોપરી અને વિશ્વની મહાસત્તા બનાવી ધાક જમાવવાના ટ્રમ્પના આ વર્લ્ડ ટ્રેડ વોરમાં વિશ્વ ફરી મહામંદીમાં હોમાઈ જવાનો ખતરો ઊભો થયો હતો. અમેરિકાના હિતમાં વિશ્વને ટેરિફના નામે ઝુંકાવવા અને બિઝનેસ ડિલ માટે ટેબલ પર આવવવાની ફરજ પાડવાની અથાગ કોશિષમાં વિશ્વમાં સર્વોપરિતામાં અમેરિકાને હંફાવી દેનાર ડ્રેગન – ચાઈનાએ ટ્રમ્પને બરોબરની ટક્કર આપીને જેવા સાથે તેવાની ટ્રમ્પની નીતિનો ટેરિફથી ટેરિફનું શસ્ત્ર ઉગામી પડકારને ઝીલી લીધો છે. અમેરિકા વિરૂધ્ધ વિશ્વની બની રહેલું વર્લ્ડ ટ્રેડ વોર હવે અમેરિકા વિરૂધ્ધ ચાઈના સુધી સીમિત બનવા લાગ્યું છે. ચાઈનાને વિશ્વથી એકલું અટલું કરવાના ટ્રમ્પના મનસુબા અત્યારે તો ટ્રમ્પ વિશ્વના અનેક દેશોના હિતેચ્છું હોવાનો આભાસ ઊભો કરવા 90 દિવસની મહોલત આપીને ટેરિફ અમલ ટાળવાનો નિર્ણય લીધો છે. પરંતુ હજુ આકરાં ટેરિફ દરો લાગુ થવાની શક્યતા તો છે જ. જેથી દરેક દેશો સાથે ટેરિફ-ટ્રેડ ડિલ કરવાની અમેરિકાની વાટાઘાટ આગામી 90 દિવસ સુધી ચાલતી રહેશે અને હજુ વૈશ્વિક બજારોમાં ત્રણ મહિના અનિશ્ચિતતા બની રહેવાની પૂરી શકયતા સાથે આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.