IPL-2025ની 41મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે રમાશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. MIએ આ સિઝનમાં 8 મેચ રમી છે, જેમાં તેમણે 4 જીતી છે અને એટલી જ મેચ હારી છે. બીજી તરફ SRHએ 7 મેચ રમી છે જેમાં તેમણે ફક્ત 2 મેચ જીતી છે અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે અને હૈદરાબાદ નવમા સ્થાને છે. આજની મેચ કોણ જીતશે, હૈદરાબાદ કે મુંબઈ? અભિષેક શર્મા આજે કેટલા રન બનાવશે? આ મેચને લઈને તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા પોલમાં 5 સવાલો પર તમારું પ્રિડિક્શન આપો. તો શરૂ કરીએ IPL પોલ, માત્ર 2 મિનિટ લાગશે…