શેરબજારમાં આજે, એટલે કે બુધવાર, 23 એપ્રિલ, અઠવાડિયાના ત્રીજા ટ્રેડિંગ દિવસે તેજી છે. સેન્સેક્સ 200 પોઈન્ટની તેજી સાથે 79,800ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ લગભગ 50 પોઈન્ટની તેજી છે, તે 24,200ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેરોમાં તેજી જોવા મળી રહી છે. HCL ટેકના શેર લગભગ 6% વધ્યા છે. ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ અને ઇન્ડસઇન્ડ બેંકના શેર લગભગ 3% વધીને ટ્રેડ કરી રહ્યા છે. નિફ્ટી ના 50 શેરમાંથી 44 શેરમાં તેજી જોવા મળી રહી છે. NSEના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સમાં તેજી જોવા મળી રહી છે. સૌથી વધુ ITમાં 2.61%, રિયલ્ટીમાં1.15%, ઓટોમાં 1% અને મેટલમાં 0.70%નો ઉછાળો છે. અમેરિકા-ભારતે ટ્રેડ ડીલની શરતો ફાઈનલ કરી અમેરિકા અને ભારતે ટ્રેડ ડીલ માટેની શરતોને ફાઈનલ કરી દીધી છે. આને ટર્મ્સ ઓફ રેફરેન્સ (ToRs) કહેવામાં આવે છે. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે ગઈકાલે એટલે કે, મંગળવાર 22 એપ્રિલે જયપુરમાં રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટરમાં એક કાર્યક્રમમાં આ માહિતી આપી હતી. જેડી વેન્સે કહ્યું, “મારું માનવું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીના વિઝનને સાકાર કરવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. તે ફાઈનલ ડીલ માટે એક રોડમેપ તૈયાર કરશે.” ગ્લોબલ માર્કેટમાં તેજી, વિદેશી રોકાણકારોએ ખરીદી ચાલુ રાખી ગઈકાલે બજારમાં તેજી હતી અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવાર, 22 એપ્રિલે શેરબજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ 187 પોઈન્ટના વધારા સાથે 79,596 પર બંધ થયો. નિફ્ટી 42 પોઈન્ટ વધીને 24,167 પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 14માં તેજી રહી હતી. ITC, HUL, MM, HDFC બેંક અને Zomato ના શેર 2.50% વધીને બંધ થયા. ઇન્ડસઇન્ડ બેંકના શેર 4.73% ઘટ્યા. તેમજ, પાવર ગ્રીડ, એરટેલ, ઇન્ફોસિસ, બજાજ ફિનસર્વ અને અદાણી પોર્ટ્સના શેરમાં 2.3% સુધીનો ઘટાડો થયો. નિફ્ટીના 50 શેરોમાંથી 31 શેર ઘટીને બંધ થયા. જોકે, NSE સેક્ટોરલ ઈન઼્ડેક્સમાં, રિયલ્ટી 2.42%, FMCG 1.89%, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.50%, નિફ્ટી હેલ્થકેર 0.80% અને પબ્લિક સેક્ટર બેંક 0.75%ની તેજી રહી હતી.