વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હટતાં ગાંધીનગરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. મંગળવારે ગરમીનો પારો 1.3 ડિગ્રીના વધારા સાથે 41.8 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન 1.7 ડિગ્રીના ઘટાડા સાથે 22.8 ડિગ્રી નોંધાયું હતું. બુધવારે સવારે શહેરનું તાપમાન 32 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 41.7થી 43.9 ડિગ્રી સુધી પહોંચી શકે છે. લઘુત્તમ તાપમાન 24.4થી 26.1 ડિગ્રી રહેવાની સંભાવના છે. ગઈકાલે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 47 ટકા હતું. સાંજે આ પ્રમાણ ઘટીને 15 ટકા થઈ ગયું હતું. છેલ્લા ત્રણ દિવસથી શહેરનું તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં ગરમીમાં વધુ વધારો થવાની શક્યતા છે.