જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે (22 એપ્રિલ)ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોનાં મોત થયા છે. જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ભાવનગરના પિતા-પુત્ર અને એક સુરતના યુવકનું મોત થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ મૃતદેહોને હવાઇ માર્ગે શ્રીનગરથી મુંબઇ અને બાદમાં ભાવનગર લાવવામાં આવશે. ગુમ પિતા-પુત્રના મોતની પુષ્ટિ
ગઇકાલે હુમલા બાદ સુરતના શૈલેશભાઈ હિંમતભાઈ કળઠિયાનું મોત થયું હોવાની પુષ્ટિ થઇ હતી. જે બાદ આજે વહેલી સવારે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈનું મોત થયું હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે, જે ગઇકાલથી ગુમ હતા. આ પણ વાંચો: JK હુમલામાં આતંકીની પહેલી તસવીર સામે આવી આ પણ વાંચો: JKના આતંકી હુમલામાં શૈલેષનું બર્થ-ડેના એક દિવસ પહેલાં જ મોત