મંગળવારે બપોરે પહેલગામમાં આતંકીઓએ પ્રવાસીઓ પર ધડાધડ ગોળીઓ ધરબી. આ હુમલામાં 27 લોકો માર્યા ગયા છે જ્યારે 20થી વધુ ઘાયલ થયા છે. આ ઘટના બાદ પૃથ્વીનું સ્વર્ગ કહેવાતું કાશ્મીર જાણે સૂમસામ ભાસી રહ્યું છે. પ્રવાસીઓ બને તેટલી વહેલીતકે ત્યાંથી નીકળી રહ્યા છે. એક દિવસ પહેલાં પ્રાવસીઓથી ગુંજતી બૈસરન ખીણ પણ આજે જાણે એકલતા અનુભવી રહી છે. જ્યાં-જુઓ ત્યાં સૈનિકોના ધાડેધાડા જોવા મળી રહ્યા છે. મંગળવાર બપોરે 2.45 થયેલો હુમલો ટૂરિઝમ પર એક મોટો ફિટકાર હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે. ઉપર આપેલા વીડિયોમાં જુઓ પ્રવાસીઓ વિનાનું કાશ્મીર…